રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

લોકમેળામાં રાઈડ્સ બાદ આઈસક્રીમના ધંધાર્થીઓ પણ આડા ફાટતા નવી ઉપાધી

04:08 PM Aug 09, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

રાજકોટમાં આગામી જન્માષ્ટમીના તહેવાર દરમિયાન યોજાનાર પાંચ દિવસના લોકમેળામાં એસઓપીનો વિવાદ કોઈપણ રીતે થાળે પડવાનું નામ લેતો નથી અને આ વખતે લોકમેળો યાંત્રિક રાઈડસ વગર જ યોજાય તેવી શકયતા વચ્ચે કદાચ લોકમેળામાંથી આઈસ્ક્રીમના ચોકઠા પણ ગાયબ થઈ જાય તેવી શકયતા જણાઈ રહી છે. યાંત્રિક રાઈડસના ધંધાર્થીઓએ એસઓપી અને નવા કડક નિયમો સામે વિરોધ દર્શાવી હરરાજીનો બહિષ્કાર કર્યા બાદ હવે આઈસ્ક્રીમના ધંધાર્થીઓએ પણ લોકમેળામાં રાઈડસ ન હોય તો આઈસ્ક્રીમ ખાવા કોણ આવશે તેવો પ્રશ્ર્ન ઉઠાવી લોકમેળામાંથી ખસી જવાની ચીમકી આપતાં તંત્ર વિમાસણમાં મુકાયું છે.

મળતી માહિતી મુજબ, આઈસ્ક્રીમના ધંધાર્થીઓએ લોકમેળામાં તંત્રએ વધારેલા સ્ટોલ સામે પ્રથમ વિરોધ નોંધાવ્યો હતો અને ગત વર્ષે રાખવામાં આવેલા 11 સ્ટોલમાંથી વધારી આ વખતે આઈસ્ક્રીમના 16 સ્ટોલ કરવામાં આવતાં આસ્ક્રીમના ધંધાર્થીઓએ વિરોધ નોંધાવ્યો હતો અને આઈસ્ક્રીમના સ્ટોલ ઘટાડવા અથવા તો ભાડા ઘટાડવા માંગણી કરી હતી જેના પગલે તંત્રએ નમતું જોખી આઈસ્ક્રીમના સ્ટોલની સંખ્યા ઘટાડી 11 કરી નાખી હતી. પરંતુ હવે આઈસ્ક્રીમના ધંધાર્થીઓએ નવી માંગણી મુકી છે અને તંત્ર સમક્ષ રજુઆત કરતાં જણાવ્યું છે કે લોક મેળામાં મોટાભાગનાં લોકો રાઈડસમાં બેસવા માટે જ આવતાં હોય છે પરંતુ જો મેળામાં રાઈડસ ન હોય તો લોકો લોકમેળાથી દૂર જ રહેશે અને તેના કારણે આઈસ્ક્રીમના ધંધા ઉપર પણ અસર પડશે.

પરિણામે પહેલા યાંત્રિક રાઈડસના પ્લોટોની હરરાજી કર્યા બાદ જ આઈસ્ક્રીમના સ્ટોલની હરરાજી કરવા રજૂઆત કરી છે. હકીકતમાં નવી ગાઈડ લાઈનના કારણે યાંત્રિકના પ્લોટ આ વર્ષે વહેંચાઈ તેવી શકયતા ખુબ જ ઓછી છે. આવા સંજોગોમાં જો યાંત્રિકના ધંધાર્થીઓ મેળાથી દૂર રહે તો આઈસ્ક્રીમના ધંધાર્થીઓ ખસી જાય તેવી શકયતા છે.

બીજી તરફ યાંત્રિક રાઈડસના ધંધાર્થીઓ આવતીકાલે રાજકોટ આવનાર મુખ્યમંત્રી સમક્ષ લોકમેળામાં સુરક્ષા ગાઈડ લાઈન હળવી કરવા અંગે રજૂઆત કરનાર હોવાનું જાણવા મળે છે. ધંધાર્થીઓનો આ અંતિમ પ્રયાસ બની રહેશે. જો તેમાં સફળતા ન મળે તો આ વર્ષે મેળો યાંત્રિક રાઈડસ વગર જ યોજીશે તે નિશ્ર્ચિત મનાઈ છે.

Tags :
gujaratgujarat newsice cream STALLLok Melarajkotrajkot news
Advertisement
Next Article
Advertisement