ચોમાસું જામ્યા બાદ કોર્પોરેશને ખાડા બૂરવા ટેન્ડર બહાર પાડ્યું
કોર્પોરેશનના ચોપડે હજુ ચોમાસું ઘણું દૂર, ગત વર્ષે કામ પૂરું ન થતા આ વખતે કોન્ટ્રાક્ટરને રોજ 300 ફૂટ કામ કરવાનો ટાર્ગેટ અપાયો
મહાનગરપાલિકા દ્વારા ત્રિ મોનસુન કામગીરી પૂર્ણ થયા બાદ ચોમાસા લક્ષી કામગીરી શરૂૂ કરવામાં આવતી હોય છે આ વખતે ચોમાસું વહેલું બેસી ગયું છે અને સારો વરસાદ પણ વરસી ગયો છે જેના લીધે ઠેર ઠેર ગામડાઓ જોવા મળી રહ્યા છે દર વર્ષે ચોમાસા પહેલા ગામડાઓ પુરવામાં આવે છે પરંતુ કોર્પોરેશન ની બેદરકારીના કારણે હવે જેટ પેચર મશીનથી ગાબડા પુરવા માટેનું ટેન્ડર પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે અને ચોમાસા પહેલા તમામ ગામડાઓ પૂરી દેવા છે તેમ કહેવામાં આવતા મનપાના અધિકારીઓ ના મનમાં ચોમાસું હજી દૂર હોય તેવું જોવા મળ્યું છે.
કોર્પોરેશન દ્વારા દર વર્ષે ચોમાસા પહેલા રોડ ઉપર પડેલા ગાબડાઓ પૂરવામાં આવે છે ગત વર્ષે ભેટ બેચર મશીનથી ગામડાઓ પુરવાનું કામ ઢેલ માં રહેતા ચોમાસા દરમિયાન લોકોને ભારે તકલીફનો સામનો કરવો પડે જેથી આ વખતે કોન્ટ્રાક્ટરને દરરોજ 300 ફૂટ કામનો ટાર્ગેટ આપવામાં આવ્યો છે પરંતુ ગાબડા પુરવાને કામગીરીનું ટેન્ડર પ્રસિદ્ધ કરવામાં ઢેલ થતાં હવે મનપાયે જેટ પેચર મશીનથી કાપડા પુરવાનું ટેન્ડર પ્રસિદ્ધ કર્યું છે આથી ટેન્ડર પ્રક્રિયા સંપૂર્ણપણે પૂર્ણ થતા એક માસ જેટલો સમય વીતી જશે ત્યારે ચોમાસુ પણ ખરા જોરમાં હશે છતાં અધિકારીઓએ ચોમાસા પહેલા ગાબડા પુરી દેવાશે તેવી શેકી મારી છે જે હાસ્યાસ પદ પુરવાર થઈ રહી છે.
કોર્પોરેશન એ ગાબડા પુરવાનું ટેન્ડર બહાર પાડ્યું છે જેમાં આ વખતે એજન્સીને ટાર્ગેટ આપવામાં આવ્યો છે ગત વર્ષે સમયસર કામ પૂર્ણ ન થતા આ વખતે ફરજિયાત દરરોજ 300 ફૂટ નું કામ કરવા ની સૂચના અપાય છે અને એ મુજબનું ટેન્ડર પ્રસિદ્ધ કરાયું છે પરંતુ ચોમાસુ બેસી ગયા બાદ ગાબડા પુરવાનું ટેન્ડર શા માટે પ્રસિદ્ધ કરવામાં આવ્યું તેવા સવાલો ઊભા થયા છે ટેન્ડર માટે કોઈ કારણોસર મોડું થયું હોય તે સમજી શકાય છે પરંતુ અધિકારીઓ ચોમાસા પહેલા ગામડાઓ પુરવાની વાત કરી રહ્યા છે તે કેવી રીતે વ્યાજબી ગણવી તેવી ચર્ચા પણ જાગી છે છતાં ચોમાસા બાદ એક્શન પ્લાન અંતર્ગત રોડ રસ્તા નવા બનાવવાની કામગીરી કરવામાં આવતી હોય છે જે હવે ચાલુ ચોમાસે જેટ પેટ્રોલ મશીનથી કામગીરી શરૂૂ કરાશે ત્યાં સુધીમાં ચોમાસુ પણ પૂર્ણ થઈ જશે અને એક્શન પ્લાન નું કામ ચાલુ થશે તો દર વર્ષે થતી મેચ વર્કની કામગીરીમાં આ વખતે શા માટે ઢીલ રાખવામાં આવી તેવી ચર્ચા જાગી છે છતાં કોર્પોરેશનને ભૂલ સુધારી ટેન્ડર પ્રસિદ્ધ કર્યું છે પરંતુ ચોમાસા પહેલાની જે જાહેરાત કરાય છે તેમાં કાચું કપાયું હોય તેવું લાગી રહ્યું છે.
ચાલુ વરસાદે કામ થશે
કોર્પોરેશન જેટ પેચર મશીનથી ગામડાઓ પુરવા માટે ચોમાસુ બેસી ગયા બાદ ટેન્ડર પ્રક્રિયા હાથ ધરી છે જે પૂર્ણ થતા ખાસો સમય લાગશે ત્યારબાદ કામ ચાલુ કરાશે ત્યારે વરસાદી સીઝન પૂર જોશમાં હશે તો ગામડા પૂરવાની કામગીરી દરમિયાન ખાડાઓમાં પાણી ભરેલા જોવા મળશે જેથી કામગીરી થઈ શકશે નહીં અથવા આ વખતે કોર્પોરેશન ચાલુ વરસાદે પેથ વર્ક કામ કરી બુદ્ધિનું પ્રદર્શન કરશે તેવું લાગી રહ્યું છે.