For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મુખ્યમંત્રી સાથે બેઠક બાદ જુનિયર તબીબોની હડતાળનો આવેલો અંત

11:25 AM Sep 04, 2024 IST | Bhumika
મુખ્યમંત્રી સાથે બેઠક બાદ જુનિયર તબીબોની હડતાળનો આવેલો અંત
Advertisement

ગાંધીનગરમાં ગઇકાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથેની રાજ્યના ઇન્ટર્ન અને જુનિયર તબીબોની બેઠકને પગલે રાજયમાં બે દિવસથી ચાલી રહેલી તબીબી હડતાળનો અંત આવ્યો છે. ગાંધીનગરમાં મુખ્યમંત્રી સાથે આ આંદોલનકારી તબીબોની મોડી સાંજે બેઠક યોજાઈ હતી.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સકારાત્મક અભિગમ અને રાજ્યના જરૂૂરતમંદ નાગરિકોની સારવાર સુશ્રુષાના વ્યાપક જનઆરોગ્ય સંભાળ હિતને ધ્યાનમાં લઈ તબીબોએ આંદોલનનો અંત લાવીને હડતાળ પર રોક લગાવી છે.

અમદાવાદની BJમેડિકલ કોલેજનાં 1200 જેટલા જૂનિયર ડોક્ટરોએ ગઈકાલે સ્ટાઇપન્ડ વધારાની માગ સાથે વિરોધ નોંધાવ્યો હતો અને ઇમરજન્સી સેવા અને ઘઙઉ થી અળગા રહ્યા હતાં. જૂનિયર્સ ડોક્ટરો દ્વારા 40 ટકા સ્ટાઇપન્ડ વધરાવાની માગ કરાઈ છે. જ્યારે ઓગસ્ટ મહિનામાં સરકારે સ્ટાઇપન્ડમાં 20 ટકાનો વધારો કર્યો હતો. સ્ટાઇપન્ડમાં વધારાની માગ સાથે જૂનિયર ડોક્ટરો ધરણાં પર ઉતર્યા હતા. જો કે, હડતાળ પર ઉતરેલા જૂનિયર ડોક્ટરોનાં સૂર હવે બદલાયા છે. તેઓ હવે સ્ટાઇપન્ડમાં 30 ટકાના વધારાની માગ કરી રહ્યા છે.BJમેડિકલ કોલેજ પરિસરમાં ઙૠ ડોક્ટર્સ એટલે કે જૂનિયર ડોક્ટર્સ હડતાળ પર ઉતર્યા હતા અને ધરણાં પ્રદર્શન કર્યું હતું. તેમની માગ હતી કે તેમને અપાતા સ્ટાઇપન્ડમાં 40 ટકા સુધીનો વધારો કરવામાં આવે.

Advertisement

જોકે, ઓગસ્ટ મહિનામાં સરકારે 20 ટકા સુધીનો વધારો કર્યો હતો. જૂનિયર ડોક્ટરોની હડતાળનાં કારણે ગઈકાલે હોસ્પિટલમાં દર્દીઓને ભારે હાલાકી વેઠવી પડી હતી. આ મામલે ગઈકાલે BJમેડિકલ કોલેજ પ્રશાસન દ્વારા પોલીસ વિભાગને સરકાર વિરોધી આંદોલન હોવાથી પગલાં લેવા વિનંતી કરાઈ હતી. સાથે જ સરકારે પણ હડતાળ પર ઉતરેલા ડોક્ટર્સને ફરજિયાત કામ પર હાજર રહેવા જણાવ્યું હતું અને ડોક્ટરો ફરજ પર હાજર નહીં થાય તો શિક્ષાત્મક પગલાં લેવાશે તેવી સૂચના આપવામાં આવી હતી.

Advertisement
Tags :
Advertisement
Advertisement