For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

વડોદરામાં પૂર બાદ 7 દી’માં 42 મગરોનું રેસ્ક્યૂ કરાયું

12:28 PM Sep 05, 2024 IST | Bhumika
વડોદરામાં પૂર બાદ 7 દી’માં 42 મગરોનું રેસ્ક્યૂ કરાયું
Advertisement

વડોદરામાં વિશ્વામિત્રી નદીના ભયાનક પૂર આવતા પૂર દરમિયાન અને નદીમાંથી પાણી ઉતર્યા તે પછી પણ શહેરના વિવિધ વિસ્તારોમાંથી મગર બહાર આવી રહ્યા છે.

ફોરેસ્ટ વિભાગ દ્વારા છેલ્લા સાત દિવસમાં વડોદરા શહેરમાંથી 42 મગરોનું રેસ્ક્યુ કરવામાં આવેલું છે. હજી પણ મગર રોડ પર દેખા દે છે, એટલે કે રેસ્ક્યુ કરેલા મગરનો આંક વધશે. એક ગણતરી અનુસાર વિશ્વામિત્રીમાં આશરે 300 મગર છે.

Advertisement

જેમાંથી કેટલાક નદીના પૂરની સાથે જ શહેરના વિવિધ વિસ્તારોમાં ઘૂસી ગયા હતા. પરંતુ જેમ પાણી નીચે ઉતરતા ગયા તેમ મગરો દેખાતા ગયા. લોકો પણ વાઇલ્ડ લાઇફ એક્ટિવિસ્ટ અને વન વિભાગનો સંપર્ક કરી મગરોનું રેસ્ક્યુ કરાવે છે. આ વખતે મગરો 15 ફૂટ સુધી લંબાઈ ધરાવતા જોવા મળ્યા છે. શહેરમાં વિવિધ વિસ્તારોમાં મગર પ્રવેશ્યા હોય અને ફરતા હોય તેવા વિડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. જોકે મગરની સાથે-સાથે સાપ સહિતના સરીસૃપો પણ રેસ્ક્યુ કરવામાં આવ્યા છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement