નકલી શાળા બાદ હવે કાગળ પર ચાલતી નકલી બી.એડ કોલેજ ઝડપાઇ, આ રીતે ફૂટ્યો ભાંડો
ગુજરાતમાં નકલી કચેરીથી લઈને નકલી હૉસ્પિટલ, નકલી સ્કૂલ બાદ હવે નકલી કોલેજ ઝડપાઇ છે. સાબરકાંઠાના વિજયનગરમાં કાગળ પર ચાલતી નકલી બી.એડ કોલેજ ઝડપાઇ છે. એક અરજીના આધારે ઉત્તર ગુજરાત યૂનિવર્સિટીના કુલપતી દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી અને ત્યારબાદ આ સમગ્ર કૌભાંડ ભાર આવ્યું હતું.બી.એડ કોલેજમાં અપાયેલા પ્રવેશ રદ કરવા માટે કુલપતિએ કાર્યવાહી શરૂ કરી છે.
સાબરકાંઠાના વિજયનગરના કોડિયાવાડા ગામમાં કાગળ પર ચાલતી બી.એડ કોલેજ ઝડપાઇ છે. નનામી અરજીના આધારે ઉત્તર ગુજરાત યૂનિવર્સિટીના કુલપતિ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. જે સ્થળે કોલેજ બતાવેલી હતી તે સ્થળે કોલેજ નહીં પણ કોમ્પલેક્સ હતું. જે કોલેજ સ્થળ પર હતી નહીં ત્યા વિદ્યાર્થીઓને પ્રવેશ પણ આપવામાં આવ્યો હતો.
એક નનામી અરજીના આધારે ઉત્તર ગુજરાતમાં યૂનિવર્સિટીના કુલપતિ દ્વારા તપાસ હાથ ધરવામાં આવતા આ સમગ્ર ઘટનાનો ખુલાસો થયો હતો.સાબરકાંઠા વહીવટી તંત્ર હજુ પણ આ ઘટનાથી અજાણ હોવાનું જાણવા મળે છે. માત્ર કાગળ પર ચાલતી નકલી કોલેજમાં કેટલા વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો હતો તે અંગે ઉત્તર ગુજરાત યૂનિવર્સિટી દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. ત્યારબાદ કુલપતિ દ્વારા મેનેજમેન્ટ કમિટીને પૂછતા મહેસાણાના જોટાસણ પાસે વીરસોડામાં જગ્યા બદલી કોલેજ શરૂ કરી હોવાનું જણાવ્યું હતું. વિરસોડામાં પણ કોલેજ નહીં માત્ર બોર્ડ મારેલું નીકળતા આ સમગ્ર કૌભાંડ બહાર આવ્યું હતું.