રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

નક્લી અધિકારી-કચેરી-ટોલનાકા બાદ હવે નક્લી મલ્ટિ સ્પેશિયાલિટી હોસ્પિટલ ઝડપાઇ

12:27 PM Jul 11, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

વાઇરલ વીડિયોને આધારે બાવળામાં તપાસ કરતા ડિગ્રી વગરના મેડિક્લ સ્ટોર સહિતની આખી હોસ્પિટલ ઝડપાતા ભારે ચકચાર

ગુજરાતમાં અત્યાર સુધી નકલી કચેરીથી લઇને નકલી પોલીસ, નકલી અધિકારી, નકલી ટોલનાકા, ક્લિનિક ચલાવતા બોગસ તબીબ ઝડપાયા હતા. પરંતુ હવે અમદાવાદના ગ્રામ્ય વિસ્તારમાં આખે આખી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ચલાવતો નકલી ડોક્ટર ઝડપાયો હતો. એક વાઈરલ વીડિયોના આધારે અમદાવાદ જિલ્લા આરોગ્ય વિભાગની ટીમે CDHOની આગેવાનીમાં બાવળામાં આવેલી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં પોલીસને સાથે રાખી દરોડો પાડી હોસ્પિટલને સીલ કરી હતી.

અત્યાર સુધી આપણે સામાન્ય ક્લિનિક ચલાવતા બોગસ તબીબો પકડાયા હોવાના સમાચાર જાણવા મળતા હતા. પરંતુ એક બોગસ ડોક્ટર અમદાવાદના ગ્રામ્ય વિસ્તારમાં આખે આખી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ચલાવતો હતો. દર્દીઓ પાસેથી સારવારના નામે લાખો રૂૂપિયા ખંખેરતો અને લોકોના જીવન સાથે રમત રમતો હતો. આવા જ એક કિસ્સાનો વીડિયો વાઈરલ થયો હતો. ત્યાર બાદ વાઈરલ વીડિયોનું તથ્ય જાણવા તંત્ર દ્વારા તપાસ કરવામાં આવી હતી.

વાઈરલ વીડિયોના આધારે અમદાવાદ જિલ્લા આરોગ્ય વિભાગની ટીમે પોલીસને સાથે રાખીને અનન્ય મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ નળ સરોવર રોડ બાવળા ખાતે પહોંચી હતી. જ્યાં હોસ્પિટલ નીચે એક મેડિકલ સ્ટોર પણ છે. ત્યાં ડોક્ટર મેહુલ ચાવડા કરીને એક વ્યક્તિ હોસ્પિટલ ચલાઈ રહ્યો હોવાનું સામે આવ્યું છે. તેની પાસે કોઈ ડિગ્રી પણ ન હતી.

હોસ્પિટલના સ્ટાફને પણ ડોક્ટર મેહુલ ચાવડા કોણ છે તેની ખબર નહોતી. દર્દીની ફાઈલ ઉપર પણ ડોક્ટરનું નામ કે એડ્રેસ લખવામાં આવ્યું ન હતું. આમ અહીં દર્દીઓના જીવન સાથે રમત થતી હોવાનું જિલ્લા આરોગ્ય વિભાગની ટીમને ધ્યાને આવ્યું હતું. આથી જિલ્લા આરોગ્ય વિભાગની ટીમે હોસ્પિટલમાં રેકોર્ડની તપાસ પણ કરી હતી. બાદમાં હોસ્પિટલને સીલ કરવામાં આવી હતી. હવે જવાબદાર લોકો સામે કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવશે. થોડી દિવસ પહેલા આ હોસ્પિટલમાં એક બાળકીનું મોત થયું હોવાનું પણ સામે આવ્યું હતું.

અમદાવાદ રિંગ રોડ પરથી તોડ કરતી નક્લી ટ્રાફિક પોલીસ ઝડપાઇ
ઓગણજ સર્કલ પાસેના એસપી રિંગ રોડ પરથી વાહન ચાલકોને રોકીને તોડ કરતા બે નકલી પોલીસ ઝડપાયા છે. નકલી પોલીસે એક કાર ચાલકને રોકીને ટ્રાફિક પોલીસની ઓળખ આપીને જેલમાં પૂરી દેવાનો દમ માર્યો હતો. પોલીસ ત્યાંથી પસાર થતી હતી તે વખતે આ ઘટના જોઇ જતા રંગેહાથ બે શખ્સોને ઝડપી સોલા પોલીસને સોંપ્યા હતા. એ ડિવિઝન ટ્રાફિક પોલીસ એસપી રિંગ રોડ પરના સ્થાપત્ય હાઈટસ સામેથી પસાર થતી હતી. ત્યારે કેટલાક શખ્સો એક કાર ચાલકને રોકીને તેની પૂછપરછ કરીને પૈસા માગી ધમકાવી રહ્યા હતા. ટ્રાફિક પોલીસના ધ્યાને આ બાબત આવતા જ પોલીસે ત્યાં પહોંચીને અન્વારુલહક અંસારી (ઉ.34, રહે.બાપુનગર) અને અમિત ઉર્ફે ભૂરિયો નાગર (ઉ.38, રહે.હાથીજણ)ને ઝડપી પાડ્યા હતા. ટ્રાફિક પોલીસે આ બંને આરોપીઓને ઝડપી સોલા પોલીસને સોંપ્યા હતા. જ્યારે ફરાર આરોપી પીન્ટુને શોધવા તજવીજ હાથ ધરી છે.

Tags :
AhmedabadAhmedabad newsfake multi-specialty hospitalgujaratgujarat news
Advertisement
Next Article
Advertisement