રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

ડાયરેક્ટરની ચૂંટણી બાદ હાપા માર્કેટ યાર્ડ ફરી થયું ધમધમતું

12:06 PM Feb 08, 2024 IST | Bhumika
Advertisement

30564 મણ મગફળી, 11 હજાર મણ કપાસની આવક થઈ : જીરૂના રૂા.3850 થી 6350 અને લસણનાં રૂા.2500 થી 6400 બોલાયા

Advertisement

જામનગર હાપા માર્કેટિંગ યાર્ડના ડાયરેક્ટરની ચૂંટણીને લઈને હાપા યાર્ડ બે દિવસ બંધ રહ્યું હતું. હવે ચૂંટણી સંપન્ન થયા બાદ આજથી ફરી જામનગરનું માર્કેટિંગ યાર્ડ ધમધમતું થયું છે જેને લઈને ખેડૂતો પોતાની જણસો વેચવા માટે દોડી આવતા હાપા યાર્ડમાં 30 હજાર ઉપરાંત પણ જણસો ઠલવાઈ હતી. જેમાં સૌથી વધુ કપાસનો જથ્થો ઠલવાયો હતો તો સૌથી વધુ લસણ અને જીરૂૂના ભાવ મળ્યા હતા.

આજે જામનગરના યાર્ડમાં 787 ખેડૂતો જણશો વેચવા માટે આવ્યા હતા. જેને લઈને કપાસ મગફળી સહિત 30,564 મણ જણસો ઠલવાઈ હતી. જેમાં કપાસની જંગી આવક થઈ હતી એટલે કે 11,025 મણ કપાસ ઠલવાતા હાપા યાર્ડમાં જ્યાં જુઓ ત્યાં સફેદ સોનું જ ઉભરાયું હતું. કપાસના ભાવ 900 રૂૂપિયાથી લઈ 1495 રૂૂપિયા જેવા બોલાયા હતા. તો જીરૂૂના ભાવમાં આજે થોડો સુધારો આવ્યો છે. જીરૂૂના ભાવ 3850 થી લઈ 6,350 જેવા બોલાયા હતા. સાથે જ લસણના સૌથી વધુ ભાવ બોલાઈ રહ્યા છે. જેમાં 2500 રૂૂપિયાથી લઈ 6400 ના ભાવે લસણના સોદા પડ્યા હતા.

તે જ રીતે જામનગર પંથકનો અજમો એ રાજ્યભરમાં પ્રખ્યાત હોવાથી જામનગર હાપા યાર્ડમાં અજમોના સારા એવા ભાવ મળે છે. જેને લઇને ખેડૂતો અજમો વેચવા માટે જામનગર યાર્ડને પસંદ કરે છે. ત્યારે આજે 4238 મણ અજમો જામનગર યાર્ડમાં ઠલવાયો હતો. તેના ભાવ 2250 રૂૂપિયાથી લઈ 4,990 રૂૂપિયા જેવા રહ્યા હતા. આમ અજમોના એકંદરે સારા ભાવ મળતા ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.

બીજી બાજુ સુકા મરચાના પણ ખેડૂતોને પ્રમાણમાં સારા ભાવ મળી રહ્યા છે. આજે 1200 રૂૂપિયાથી લઈ 4,205 રૂૂપિયાના ભાવે મરચાં વેચાયા હતા.તે જ રીતે સૌથી સળગતી સમસ્યા ડુંગળી જે આજે પણ 40 રૂૂપિયાથી માંડી 345 માં વેચાઈ હતી અને આજે 2453માં ડુંગળીની હાપા યાર્ડમાં આવક થઈ હતી.

તેમજ મગફળીના ભાવ ઘટતા હવે આવક પણ ઘટી રહી છે અને આજે 1050 રૂૂપિયાથી લઈ 1285 રૂૂપિયાના ભાવે મગફળીના સોદા થતાં હાપા યાર્ડમાં 2543 મગફળી ઠલવાઈ હતી. તેમજ એરંડાના ભાવ 1087 રૂૂપિયા તો રાયડોના ભાવ 800 રૂૂપિયાથી લઈને 900 રૂૂપિયા અને રાયના ભાવ 1100 થી લઈ 1350 રૂૂપિયા જેવા રહ્યા હતા. આમ 12,637 ગુણી જુદી જુદી જણશો ઠલવાય છે.

Tags :
gujaratgujarat newsHapa market yardjamnagarjamnagar news
Advertisement
Next Article
Advertisement