For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

રંજનબેન બાદ ભાજપના વધુ એક ઉમેદવારે ચૂંટણી લડવાની ના પાડી, એક જ દિવસમાં બે મોટા ટ્વીસ્ટ

02:23 PM Mar 23, 2024 IST | Bhumika
રંજનબેન બાદ ભાજપના વધુ એક ઉમેદવારે ચૂંટણી લડવાની ના પાડી  એક જ દિવસમાં બે મોટા ટ્વીસ્ટ

Advertisement

ગુજરાતમાં ભાજપના એક જ દિવસમાં સામે 2 મોટા ઝાટક લાગ્યા છે. વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટે આજે ચૂંટણી ન લડવાની જાહેરાત કરતાંની સાથે જ ગુજરાતનું રાજકારણ ગરમાયું છે. આ બધાની વચ્ચે બીજા મોટા સમાચાર સાબરકાંઠાથી પણ સામે આવ્યા છે. સાબરકાંઠા બેઠક પરથી ભીખાજી ઠાકોરે પણ લોકસભાની ચૂંટણી લડવાની લડવાની ના પાડી છે.

વડોદરાના ઉમેદવાર રંજનબેન ભટ્ટ પછી સાબરકાંઠાના ઉમેદવાર ભીખાજી ઠાકોરે ચૂંટણી લડવાનો ઈનકાર કર્યો છે. વહેલા ઉમેદવારો જાહેર કરનારા ભાજપમાં ઉમેદવારો બદલવાનો સિલસિલો યથાવત છે. મહત્વનું છે કે, સાબરકાંઠા બેઠક પરથી ભીખીજી દુધાજી ઠાકોરની અટકને લઇને વિવાદ ઉભો થયો હતો, સોશ્યલ મીડિયા પૉસ્ટ પર વાયરલ થયેલી સ્ટૉરીમાં ભીખાજી ઠાકોર એ ડામોરમાંથી ઠાકોર થયા હોવાની વાત સામે આવી હતી.

Advertisement

ધોરણ 10 પાસ અને 56 વર્ષીય ભીખાજી ઠાકોર અગાઉ જિલ્લા પંચાયતમાં ચૂંટણી લડી ચૂક્યા છે. વર્ષ 2000, 2005 અને 2015માં સાબરકાંઠા જિલ્લા પંચાયતના ઉમેદવાર તરીકે જીત્યા હતા. આ દરમિયાન તેઓ એક વાર જિલ્લા પંચાયતમાં આરોગ્ય અને બાંધકામ સમિતિના ચેરમેન તરીકે પદ પર રહ્યા હતા. મેઘરજ માર્કેટયાર્ડના ડિરેક્ટર તરીકે પણ લાંબો સમય ચૂંટાયા હતા. આ ઉપરાંત મેઘરજ તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘમાં ડિરેક્ટર, વાઇસ ચેરમેન રહ્યા છે. અરવલ્લી જિલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘમાં પણ હાલમાં વાઇસ ચેરમેન રહી ચૂક્યા છે. જ્યારે 2022થી મેઘરજ એપીએમસીના ચેરમેન તરીકે કાર્યરત છે. તેમજ હાલમાં સાબરકાંઠા સહકારી બેંકના વાઇસ ચેરમેન તરીકે પણ પદ પર છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement