રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

વચગાળાના જામીન મેળવી છેલ્લા ત્રણ વર્ષથી ફરાર દુષ્કર્મનો આરોપી ઝડપાયો

12:01 PM Oct 11, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

મોરબીમાં નારણકા ગામમાંથી દબોચી લેતી પેરોલ ર્ફ્લો સ્કવોડ

જામનગર પેરોલ ફર્લો સ્ક્વોડે મોટી સફળતા હાંસલ કરી છે. 10 વર્ષ પહેલા જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકામાં 11 વર્ષની બાળકી સાથે ગેંગરેપની ઘટનામાં આજીવન કેદની સજા પામેલા એક આરોપીને મોરબી જિલ્લાના નારણકા ગામમાંથી ઝડપી પાડવામાં આવ્યો છે. આરોપી વચગાળાના જામીન પર છૂટી ગયો હતો અને છેલ્લા ત્રણ વર્ષથી ફરાર હતો.

જામનગર જિલ્લાના પોલીસ વડા પ્રેમસુખ ડેલુની સૂચના પર એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર વી.એમ. લગારીયાના માર્ગદર્શન હેઠળ પેરોલ ફર્લો સ્ક્વોડે આ કામગીરી હાથ ધરી હતી. સ્ક્વોડના પોલીસ સબ ઇન્સ્પેક્ટર વાય.બી. રાણા અને તેમની ટીમે બાતમીના આધારે આરોપી ઉગેરસિંહ ઉર્ફે ઉગેરીયો મોટલાભાઇ ચૌહાણને ઝડપી પાડી રાજકોટ જેલ ખાતે સોંપ્યો છે.

આ ઘટનામાં પાંચ આરોપીઓ સામે ગુનો નોંધાયો હતો અને તમામને આજીવન કેદની સજા થઈ હતી. જોકે, એક આરોપી વચગાળાના જામીન પર છૂટી ગયો હતો અને ત્યારબાદ ફરાર હતો. પેરોલ ફર્લો સ્ક્વોડની આ કામગીરીએ ગુનાખોરી સામેની લડાઈમાં એક મોટી સફળતા મેળવી છે અને લોકોમાં ન્યાય પ્રત્યેનો વિશ્વાસ વધાર્યો છે.

Tags :
crimegujaratgujarat newsjamnagarjamnagar news
Advertisement
Next Article
Advertisement