દૂધની દુનિયામાં ડંકો વગાડયા બાદ હવે ‘અમૂલ’ મીઠું વેચશે
મીઠા ઉદ્યોગને સહકારી ક્ષેત્રમાં સમાવવાનીફ કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહની જાહેરાત
સહકાર મંત્રાલયના ચોથા સ્થાપના દિવસ નિમિત્તે, કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહે રવિવારે જાહેરાત કરી કે દૂધના ઉત્પાદનો વેચવા માટે જાણીતું અમૂલ હવેથી ગુજરાતના મીઠાના કામદારોને લાભ આપવા માટે મીઠું પણ વેચશે. સરદાર પટેલ કોઓપરેટિવ ડેરી ફેડરેશન લિમિટેડ નામની નવી રચાયેલી બહુ-રાજ્ય સહકારી સંસ્થાનું લોન્ચિંગ કરતી વખતે આ જાહેરાત કરી.
આ પ્રસંગે બોલતા, અમિત શાહે જણાવ્યું હતું કે પારદર્શિતાનો અભાવ સહકારની ભાવનાને નુકસાન પહોંચાડે છે. ટેકનોલોજી વિના, કોઈ સમૃદ્ધિ નથી, અને સહકાર સ્પર્ધામાં ટકી શકતો નથી. નવા ફેડરેશનના લોગોનું અનાવરણ કરતા, શાહ, જે કેન્દ્રીય ગૃહમંત્રી પણ છે, તેમણે કહ્યું, નવા શરૂૂ કરાયેલ ડેરી ફેડરેશન ડેરી ક્ષેત્રમાં સંગઠિત બજાર, ઇનપુટ સેવાઓ, દૂધની વાજબી ખરીદી, ભાવમાં તફાવત અને પગોળ અર્થતંત્રનું ચક્ર પૂર્ણ કરવા માટે કામ કરશે.
શાહે અમૂલના કેટલાક નવા માળખાકીય વિસ્તરણ પ્રોજેક્ટ્સનું પણ ઉદ્ઘાટન કર્યું હતું જેમાં મોઝેરેલા ચીઝ ઉત્પાદન સુવિધા, સંપૂર્ણ સ્વચાલિત અલ્ટ્રા-હાઈ પ્રોસેસિંગ પ્લાન્ટ, ખાત્રજમાં એક અતિ-આધુનિક ચીઝ વેરહાઉસ અને મોગર ખાતે અમૂલ ચોકલેટ પ્લાન્ટનું વિસ્તરણનો સમાવેશ થાય છે.
અમૂલ હવે કચ્છના મીઠાના કામદારો પાસેથી મેળવેલું મીઠું વેચશે, શાહે જાહેરાત કરી. આ સાહસને સફળ બનાવવાની જવાબદારી ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (GCMMF) ના વાઇસ ચેરમેન વલમજી હુંબલને સોંપવામાં આવી છે. હુંબલ, જે કચ્છની સરહદ ડેરીના ચેરમેન છે, હાલમાં GCMMF, જે અમૂલ તરીકે પ્રખ્યાત છે, તેના વાઇસ ચેરમેન તરીકે સેવા આપી રહ્યા છે.