For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

કોચી બાદ સુરતની તાપી નદીમાં વોટર મેટ્રો શરૂ થશે, કોર્પોરેશનની યોજના

04:15 PM Aug 31, 2024 IST | admin
કોચી બાદ સુરતની તાપી નદીમાં વોટર મેટ્રો શરૂ થશે  કોર્પોરેશનની યોજના

કોચી બાદ સુરતની તાપી નદીમાં વોટર મેટ્રો શરૂ થશે, કોર્પોરેશનની યોજનાફિઝિબિલિટી રિપોર્ટ તૈયાર કરાઈ રહ્યો છે, યોજના સફળ થાય તો દેશનું બીજું શહેર બનશે

Advertisement

ગુજરાતમાં વોટર ટ્રાન્સપોર્ટેશન માટે અનેક સુવિધાઓ શરૂૂ થઈ હતી. જેમાં અમદાવાદની સાબરમતિ નદી પરથી કેવડિયા જવા માટે સી પ્લેનની શરૂૂઆત કરવામાં આવી હતી. જે હાલમાં બંધ છે. તે ઉપરાંત ગોગા-દહેજ રો-રો ફેરી સર્વિસ પણ શરૂૂ કરવામાં આવી છે. જે હાલમાં ચાલી રહી છે. ત્યારે હવે સુરતમાં દેશની બીજી વોટર મેટ્રો સર્વિસ ચાલુ કરવાની તૈયારીઓ શરૂૂ કરી દેવામાં આવી છે. જો આ સર્વિસ શરૂૂ થશે તો કેરળના કોચી બાદ દેશમાં સુરત આ સર્વિસ આપનારૂૂ બીજુ અને ગુજરાતમાં પ્રથમ શહેર બનશે.

સુરત શહેરમાં ટ્રાફિકના પ્રશ્નને ઉકેલવા માટે શક્ય એટલા નવા વિકલ્પોને શોધવામાં આવી રહ્યા છે. સિટી અને ઇછઝજ બસની સુવિધા અને આવનાર સમયમાં મેટ્રો ટ્રેન પ્રોજેક્ટ શરૂૂ થશે. ત્યારે તાપી નદીમાં વોટર મેટ્રો માટે ફિઝિબિલિટી રિપોર્ટ તૈયાર કરાઈ રહ્યો છે. કેરળના કોચીમાં દેશની એકમાત્ર વોટર મેટ્રો ચાલી રહી છે.મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલે ે જણાવ્યું કે, સુરત મહાનગરપાલિકા વોટર મેટ્રો શરૂૂ કરવા માટે આગળ વધી રહી છે. તેના માટે જે તે સંબંધિત વિભાગ સાથે વિચાર-વિમર્શ કરવામાં આવી રહ્યો છે.

Advertisement

ફિઝિબિલિટી રિપોર્ટ તૈયાર થઈ રહ્યો છે. જેથી તાપી નદી પર વોટર મેટ્રો દોડાવવા માટે આગામી દિવસોમાં તૈયારી શરૂૂ કરીશું. વોટર મેટ્રોમાં અલગ અલગ સંખ્યામાં મુસાફરો બેસી શકે તે પ્રકારની કેપેસિટીની બોટ તૈયાર કરવામાં આવે છે. મોટાભાગે આ બોટ ટ્રાન્સપરન્ટ રીતે બનાવવામાં આવતી હોય છે. જેથી વોટર મેટ્રોમાં બેસનાર વ્યક્તિ નદીનો અને શહેરનો નજારો સારી રીતે જોઈ શકે છે. 10થી લઈને 100 મુસાફરો બેસી શકે એ પ્રકારની મેટ્રો તૈયાર કરવામાં આવતી હોય છે. વોટરમેટ્રોના પણ સ્ટેશન નક્કી કરવામાં આવતા હોય છે. એક ચોક્કસ અંતર નક્કી કરીને જે રીતે તાપી નદી ઉપર બ્રિજ બનાવવામાં આવ્યા છે, તેવી જ રીતે તાપી નદીના બંને છેડે વોટર મેટ્રો સ્ટેશન નક્કી કરવામાં આવશે.

Advertisement
Tags :
Advertisement
Advertisement