તળાજા પંથકમાં દીપડીના ત્રણ બચ્ચાં મળ્યા બાદ માતાને પણ પાંજરે પૂરતું વનતંત્ર
ફોરેસ્ટ વિભાગ પોતાનો જીવ જોખમમાં મૂકીને પણ હિંસક પશુ પ્રાણીઓની સલામતી સાથે તેનું જતન કરતા હોય છે તેનું ઉત્તમ ઉદાહરણ હાલ તળાજા વન વિભાગની ટીમ પૂરું પાડી રહી છે.
તળાજાની ભાગોળે દીપડીના સાત દિવસથી આંટાફેરા સાથે ઘેટાંના ઝોકમાં ત્રાટકતા એકી સાથે સાતથી વધુ ઘેટાના મોતને લઈ આ દીપડો ત્વરીત પકડાય તેવી પ્રબળ માગને લઈ ફોરેસ્ટ વિભાગએ એકીસાથે ત્રણ પાંજરાઓ મૂકીને દીપડીને પાંજરે પુરવામાં બે દિવસ સતત ખાસ કરીને રાત્રી દરમ્યાન ઉઠાવેલ જહેમત સફળતો થઈ બાદ ખબર પડી કે આ દીપડી બચ્ચાની માતાપણ છે.
દીપડી પાંજરે પુરાઈ જેને લઈ તેના બચ્ચા કેટલા અને કઈ ઉંમરના છે તે જાણવાની સાથે તેને બચાવવા પણ એટલાજ જરૂૂરી હોય તેના માટે રેન્જ ફોરેસ્ટ ઓફીસર રાજુ ઝીંઝુવાડિયાથી લઈ આખીય ટીમ કામે લાગી.
ઓફિસરએ જણાવ્યું હતુ કે અમોએ આ વિસ્તાર સ્કેનિંગ કર્યો જેમાં અમોને ત્રણ બચ્ચા હોવાના જે આશરે ચારેક માસના હોવાનું ખ્યાલ આવ્યો. આ ત્રણ બચ્ચા ઉંદર કે જમીન પર બેસી શકે તેવા પક્ષીઓનો શિકાર તો કરી શકે તેવા ચાર જ માસમાં તૈયાર થઈ ગયા હોય છતાંય માં નું ધાવણ અને મમતા તેમને જીવાડવા માટે આવશ્યક લાગેલ. જેને લઈ લોકો સુઈ જાય બાદ દરરોજ જે દીપડીને પાંજરે પુરેલ છે તેને પાંજરા સાથે આ વિસ્તારમા લાવવામાં આવે છે કારણ કે માં નો અવાજ,સુગંધ પારખી બચ્ચા નજીક આવતા હોય છે.જોકે સતત ત્રણ રાત્રિથી આ કવાયત શરૂ છે બચ્ચાને માતા સાથે ભેટો કરાવવાની. એ ઉપરાંત બચ્ચા પાંજરામાં આવે તે માટે અલગ અલગ ત્રણ પાંજરો મુકવામાં આવ્યા છે ખોરાક સાથે.
દીપડી વાળું પાંજરું અને ખોરાક વાળા પાંજરા મૂકીને ફોરેસ્ટ સ્ટાફ થોડે દુર જઇને કોઈજ પ્રકારની વાત કર્યા વગર આખી રાત જીવજંતુઓની વચ્ચે બેસી રહે છે જીવના જોખમે. ચાર માસના બચ્ચા વિશે જણાવ્યું હતુ કે આમતો તે બિલાડી જેવડાજ લાગે તેમ છતાંય એ દીપડાના બચ્ચા કહેવાય તેને પકડવા માટે કમસેકમ બે ફોરેસ્ટ કર્મીઓ એપણ અનુભવી અને હિંમત વાળા જોઈએ.