કોરોના પછી ગુજરાતના લોકોની સરેરાશ ઉંમર અઢી વર્ષ ઘટી ગઈ!
સરેરાશ આયુષ્ય 70 વર્ષનું હતું તે 67.5 વર્ષનું થઈ ગયું, પુરુષો કરતાં સ્ત્રીઓની ઉમર વધુ ઘટી: સરવેમાં ચોંકાવનારો ખુલાસો
કોરોના કાળ બાદ ગુજરાતના લોકોનું સરેરાશ આયુષ્ય 70 વર્ષ હતું જે હવે અઢી વર્ષ ઘટીને 67.5 વર્ષનું થઈ ગયું છે. એકેડેમિક જર્નલ સાયન્સ એડવાન્સિસમાં પ્રકાશિત થયેલા અહેવાલમાં જણાવાયું છે કે કોવિડ રોગચાળો વૃદ્ધ ભારતીયો ધરાવે છે. તે સમયે રાજ્ય અને કેન્દ્ર સરકાર સ્થિતીને ઓળખવામાં અને લોકોને આરોગ્ય સેવા પુરી પાડવામાં સદંતર નિષ્ફળ રહ્યાં હતા. જેના કારણે ગુજરાતમાં માણસોના મોતનું પ્રમાણ વધ્યું છે અને માણસની સરેરાશ ઉંમર અઢી વર્ષ ઘટી છે. આ અત્યંત ગંભીર બાબત છે.
કેન્દ્ર સરકારના અહેવાલ પ્રમાણે ગુજરાતમાં રહેતા લોકોનું સરેરાશ આયુષ્ય 70 વર્ષ હતું. 20 વર્ષમાં ગુજરાતના લોકોના સરેરાશ આયુષ્યમાં 4 વર્ષનો વધારો થયો હતો. દેશમાં 11 માં ક્રમે ગુજરાત છે. પુરુષનું સરેરાશ આયુષ્ય 68 વર્ષ અને મહિલાઓનું સરેરાશ આયુષ્ય 73 વર્ષ હતું. હવે તેમાં ઘટાડો થયો છે. 2020માં કોવિડ-19 રોગચાળા દરમિયાન ભારતમાં લોકોની ઉંમરમાં નોંધપાત્ર ઘટાડો થયો છે.
ભારતમાં 2019 થી 2020 સુધીના આયુષ્યમાં સરેરાશ 2.6-વર્ષનો ઘટાડો જોવા મળ્યો છે. પુરૂૂષો 2.1 વર્ષની સરખામણીએ સ્ત્રીઓની 3.1 વર્ષ ઉંમર ઘટી ગઈ છે. 14 રાજ્યોના 23 ટકા પરિવારોનું વિશ્ર્લેષણ કરીને આ અંદાજ રજૂ કર્યો છે. 2019ની સરખામણીએ 2020માં મૃત્યુ નોંધણીમાં લગભગ 4 લાખ 74 હજારનો વધારો થયો છે. 2019 થી 2020 દરમિયાન 29 માંથી 27 દેશોમાં જન્મ સમયે આયુષ્યમાં ઘટાડો થયો છે. યુનાઇટેડ સ્ટેટ્સમાં 2.2 વર્ષ અને લિથુઆનિયામાં 1.7 વર્ષ પુરૂૂષોના ઓછા થઈ ગયા છે. ઘટાડો મુખ્યત્વે 60 વર્ષથી વધુ ઉંમરના લોકોમાં મૃત્યુદરમાં વધારો અને સત્તાવાર COVID-19 મૃત્યુને કારણે થયો હતો.
2019ની સરખામણીમાં 2020માં મૃત્યુ નોંધણીમાં 4.74 લાખનો વધારો થયો છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે 2018 અને 2019માં મૃત્યુની નોંધણીમાં અગાઉના વર્ષોની સરખામણીમાં અનુક્રમે 4.86 લાખ અને 6.90 લાખનો વધારો થયો છે. સાયન્સ એડવાન્સ સ્ટડીમાં ગત વર્ષ કરતાં 2020માં આશરે 11.9 લાખ મૃત્યુનો ઊંચો મૃત્યુ દર નોંધાયો હતો. ભારત સરકારે આ અહેવાલને ફગાવી દઈને ભ્રામક અહેવાલ કહ્યો છે.
બીજો એક અહેવાલમા યુ.એસ. સ્થિત ઇન્સ્ટિટ્યૂટ ફોર હેલ્થ મેટ્રિક્સ એન્ડ ઇવેલ્યુએશન (IHME) ના ડેટાની તપાસ કરતા સંશોધકોએ 13 માર્ચ 2024માં જાહેર કર્યું હતું.
કોરોના રોગચાળાએ વૈશ્વિક સ્તરે આરોગ્યને ઘણી રીતે અસર કરી છે. કોરોનાથી સાજા થયેલા લોકોમાં લાંબા સમયથી સમસ્યાઓ ચાલુ રહી છે. તે આરોગ્યની ચિંતા વધારી રહી છે. હૃદય, ફેફસા અને મગજને લગતી સમસ્યાઓ જોવા મળી રહી છે. કોવિડ રોગચાળાએ વિશ્વભરમાં લોકોની સરેરાશ આયુષ્યમાં લગભગ 1.6 વર્ષનો ઘટાડો કર્યો છે. કોવિડની સૌથી ગંભીર આડ અસર છે. કોવીડની આડઅસર છેલ્લી અડધી સદીમાં જોવા મળેલી કોઈપણ વસ્તુ કરતાં ઘણી વધારે છે.