મોરબીમાં અકસ્માત સર્જાયા બાદ ટ્રક ડ્રાઇવરે ખર્ચ માગતા રિક્ષાચાલકે રાજકોટ આવી વખ ઘોળ્યું
મોરબીમાં નવલખી રોડ ઉપર રહેતા યુવકની રીક્ષા અને ટ્રક વચ્ચે ટીંબડી રોડ ઉપર અકસ્માત સર્જાયો હતો જે અકસ્માતમાં ટ્રક ડ્રાઇવરે રૂૂ.25000 ખર્ચ પેટે માંગતા રિક્ષા ચાલાકે રાજકોટમાં આવી ફિનાઈલ પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. યુવકને ઝેરી અસર થતા સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ મોરબીમાં નવલખી રોડ ઉપર રહેતા રીક્ષા ચાલક મોમીનખાન અબ્દુલખાન નામનો 38 વર્ષનો યુવાન રાજકોટમાં કોલસા વાડી સર્કલ પાસે હતો ત્યારે સાંજના છએક વાગ્યાના અરસામાં ફિનાઈલ પી લીધું હતું. યુવાનની તબિયત લથડતા તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.
પ્રાથમિક પૂછપરછમાં મોમીનખાન ચાર ભાઈ એક બહેનમાં નાનો છે અને તેને સંતાનમાં પુત્ર અને એક પુત્રી છે મોમીનખાન રિક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે. મોમીનખાનની રીક્ષા અને ટ્રક વચ્ચે ટીંબડી રોડ ઉપર અકસ્માત સર્જાયો હતો ત્યારે ટ્રક ચાલક પ્રવીણભાઈએ રૂૂ.25,000 ખર્ચ પેટે માંગતા બંને વચ્ચે રકઝક થઈ હતી જેથી મમીનખાને ખર્ચ માંગશો તો દવા પી આપઘાત કરી લઈશ તેવું કહેતા ટ્રક ડ્રાઇવર પ્રવીણભાઈએ દવા પી લે તેવું કહેતા મોમીનખાને રાજકોટ આવી ફિનાઈલ પી લીધું હોવાનું જાણવા મળ્યું છે.આ ઉપરાંત અન્ય બીજા બનાવમાં જામ ખંભાળિયાના કોલવા ગામે રહેતી પિન્કીબેન રમેશભાઈ વાસ્કલે નામની 30 વર્ષની પરિણીતા રસોઈ બનાવતી હતી ત્યારે તેણીને અચાનક આચકી આવતા બેશુદ્ધ હાલતમાં ઢળી પડી હતી.