લાંબા સમય બાદ અમૂલ દૂધના ભાવમાં લિટરે રૂા.1નો ઘટાડો
ગુજરાતમાં દરરોજ લાખો લિટર દૂધ અને દૂધની બનાવટો પૂરી પાડતી અમૂલે લાંબા સમય બાદ દૂધના ભાવમાં ઘટાડો કરવાની જાહેરાત કરી છે. આજથી જ ભાવ ઘટાડો અમલી બનાવેલ છે.
અમૂલ દૂધે ભાવમાં 1 રૂૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. મહત્વનું છે કે, અમૂલ ગોલ્ડ 1 લીટર પાઉચનો જૂનો ભાવ 66 હતો. જોકે હવે અમૂલે આ ભાવમાં 1 રૂૂપિયાનો ઘટાડો કરતાં હવે અમૂલ ગોલ્ડ 1 લીટર પાઉચનો નવો ભાવ 65 થયો છે. આ સાથે અમૂલ ટી સ્પેશિયલ 1 લીટરનો ભાવ 61 રૂૂપિયા થયો છે.આ સાથે અમૂલ ગોલ્ડ, તાજા અને ટી સ્પેશિયલના એક લીટર પાઉચના ભાવમાં કરાયો ઘટાડો થયો છે.
અમૂલ ગોલ્ડ 1 લીટર પાઉચનો જૂનો ભાવ 66 હતો જે હવે અમૂલ ગોલ્ડ 1 લીટર પાઉચનો નવો ભાવ 65 થયો છે. આ સાથે અમૂલ ટી સ્પેશિયલ 1 લીટર પાઉચનો જૂનો ભાવ 62 હતો જે હવે અમૂલ ટી સ્પેશિયલ 1 લીટર પાઉચનો નવો ભાવ 61 થયો છે. આ સાથે અમૂલ તાજા 1 લીટર પાઉચનો જૂનો ભાવ 54 હતો જે અમૂલ તાજા 1 લીટર પાઉચનો નવો ભાવ 53 થયો છે. મહત્વનું છે કે, અમૂલ દ્વારા દૂધના ભાવ વધારા બાદ પ્રથમ વાર ઘટાડો થયો છે.