72 દિવસ બાદ પંચાયત મંત્રી બચુ ખાબડ જાહેર કાર્યક્રમમાં દેખાયા
ગુજરાત રાજ્યના પંચાયત મંત્રી બચુભાઈ ખાબડના સંતાનો દ્વારા આચરવામાં આવેલા જેલવાસ જેવા ઘટના લગભગ 72 દિવસ પછી અચાનક જ મંત્રી સરકારી કાર્યક્રમમાં દેખાતા ચર્ચાનો વિષય બન્યા છે.
બહુચર્ચિત મનરેગા કૌભાંડમાં પોતાના પુત્રો- ભાણેજ સહિતના અનેકવિધ નિકટવર્તી વ્યક્તિ સરકારી અધિકારીઓ સામે એફ આઈ આર.પોલીસ દ્વારા ધરપકડ અને જેલવાસના ઘટનાક્રમ દરમિયાન જાહેરમાં આવવાનું ટાળતા પંચાયત રાજ્યમંત્રી બચુ ખાબડે ગઈકાલે દાહોદ ખાતે એક સરકારી કાર્યક્રમમાં દેખા દિધી છે.72 દિવસ પછી સરકારી કાર્યક્રમમાં શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર અને કલેક્ટર સહિતના અધિકારીઓની હાજરીમાં સરકારી સ્ટેજ ઉપરથી સંબોધન કરનારા પંચાયત રાજ્ય મંત્રી ખાબડ આગામી સપ્તાહના આરંભે સોમવારથી ગાંધીનગરમાં સચિવાલયમાં પણ આવવાનું શરૂૂ કરે તો નવાઈ નહી.
પંચાયત મંત્રી જે દિવસે અર્થાત્ ગુરૂૂવારે જાહેર કાર્યક્રમમાં દેખાય તે જ દિવસે વિધાનસભાના મુખ્યદંડક તરફથી પી.એમ. કિસાન દિવસ ઉત્સવ કાર્યક્રમની સૂચિમાંથી તેમની બાદબાકી થઈ છે. આ કાર્યક્રમ શનિવારે રાજ્યભરમાં યોજાનાર છે. જેમાં મંત્રીઓ, સાંસદો અને જિલ્લા પંચાયત પ્રમુખોને અધ્યક્ષપદ શોભાવવા નિર્દેશ કરાયો છે.