22 મહિના બાદ પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટયા
- રાજકોટમાં પેટ્રોલના નવા ભાવ રૂા. 94.22 અને ડીઝલના રૂા.93.39 થયો
લોકસભાની ચૂંટણી જાહેર થાય તે પૂર્વે કેન્દ્ર સરકારે ગઇકાલે પેટ્રોલ-ડિઝલના ભાવમાં ઘટાડો કરવાની જાહેરાત કરતા આજે સવારે 6 વાગ્યાથી પેટ્રોલ-ડીઝલના ભાવોમાં ઘટાડો થયો છે.
રાજકોટમાં આજે પેટ્રોલના ભાવએ રૂપિયા ઘટી નવો એક લીટરનો ભાવ રૂા.94.22 થયો હતો. જ્યારે ડીઝલનો ભાવ ઘટીને 93.39 થયો હતો. પેટ્રોલ-ડીઝલ બન્નેના ભાવોમાં નેટ બે રૂપિયાનો ઘટાડો નોંધાયેલ છે.
લાંબા સમય બાદ પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડો નોંધાતા લોકોએ રાહતની લાગણી અનુભવી છે. આ અગાઉ છેલ્લે 2022માં મે મહિનામાં પેટ્રોલ-ડીઝલના ભાવોમાં ઘટાડો થયો હતો. ત્યારબાદ 22 મહિના પછી પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટ્યા છે.
અગાઉ થોડા દિવસ પહેલાં જ ગેસ સિલિન્ડરના ભાવોમાં પણ રૂા.100નો ઘટાડો કરવામાં આવ્યો હતો. છેલ્લાં કેટલાક સમયથી ઉજ્જવલા યોજના હેઠળના ગેસ સિલિન્ડરોના ભાવમાં પણ સતત ઘટાડો કરવામાં આવી રહ્યો હતો.
દેશમાં લોકસભાની ચૂંટણી ગમ્મે ત્યારે જાહેર થાય તેમ હોય, આ પહેલા કેન્દ્ર સરકાર મતદારો ઉ5ર વરસી છે અને મતદારોને ખુશ કરવા ગેસ-પેટ્રોલ-ડીઝલ સહિતના જીવન જરૂરી ચીજ-વસ્તુઓના ભાવોમાં ઘટાડો કરવામાં આવ્યો હતો.