For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ગઈકાલે ઘરમાં બેસેલી બહેનને 20 મિનિટ બાદ ખબર પડી કે ઈલાની હત્યા થઈ છે !

04:28 PM Mar 21, 2024 IST | Bhumika
ગઈકાલે ઘરમાં બેસેલી બહેનને 20 મિનિટ બાદ ખબર પડી કે ઈલાની હત્યા થઈ છે
  • આરોપીએ ઓળખ છુપાવવા દાઢી, હેર કટિંગ કરી લૂક બદલી નાખ્યો પણ પોલીસે પકડી લીધો
  • આરોપીને ચાર દિવસના રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરાયો, આરોપીના પિતા એએસઆઈ હતા

શહેરના રૈયા રોડ આરએમસી આવાસમાં રહેતા સંજયભારથી શંકરભારથી ગોસાઇએ મૈત્રીકરારથી સાથે રહેતી ઇલાબેન મનસુખભાઈ સોલંકીની ઓશીકાથી ડૂમો દઇને હત્યા કરી હતી.
પોલીસની પ્રાથમિક તપાસમાં સંજય ઇલા પર શંકા-કુશંકાઓ કરતો હોય એક દિવસ પહેલા વાસણ ધોવા જેવી બાબતે ચડભડ થયા બાદ મામલો હત્યા સુધી પહોંચ્યો હતો.યુનિવર્સિટી પોલીસે નંદનવન આવાસમાં રહેતી મૃતકની બહેન પૂનમબેન અમિતભાઇ મકવાણાની ફરિયાદ પરથી હત્યાનો ગુનો નોંધી સંજય ગોસાઇની ધરપકડ કરી હતી.

Advertisement

મૃતકની બહેન પૂનમબેને નોંધાવેલી ફરિયાદમાં, 15 વર્ષ પહેલાં બહેન ઇલાના મનસુખ રામજીભાઇ સોલંકી સાથે લગ્ન થયા હતા.લગ્નજીવન દરમિયાન એક પુત્ર છે.બનેવી મનસુખભાઇનું બે વર્ષ પહેલાં બીમારીને કારણે મૃત્યુ થયા બાદ બહેન ઇલા પુત્ર સાથે માવતરે રહેવા આવી ગઇ હતી.બાદમાં સંજયભારથી સાથે તેમનો સંપર્ક થયો હતો.

બાદમાં ગત ઓક્ટોબર મહિનામાં બંનેએ મૈત્રીકરાર કર્યા હતા.પોતે જ્યાં રસોઇ કરવા જતી હતી તે જ મકાનમાં રહેતા વૃદ્ધાની બહેન ઇલા સારસંભાળ જતાં સંજયભારથી તેની હત્યા કરી નાસી ગયો હોવાની ખબર પડી હતી.અગાઉ ઇલાએ સંજય ખોટી શંકા-કુશંકાઓ કરી ઝઘડો કરતો હોવાની વાત કરી હોવાથી તેના વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.યુનિવર્સિટી પોલીસ મથકના પીઆઇ એન.વાય.રાઠોડ અને સ્ટાફે સંજયને ગણતરીના કલાકોમાં ઝડપી લઇ ધરપકડ કરી હતી. પૂછપરછ દરમિયાન સંજયના પિતા અગાઉ પોલીસમાં એએસઆઇ તરીકે ફરજ બજાવતા હતા.તે એમ્બ્યુલન્સનું ડ્રાઇવિંગ કરે છે.સંજયને પહેલા લગ્નથી બે સંતાન છે.પૂનમબેને વધુમાં જણાવ્યું હતું કે, ઇલા પણ પોતે જ્યાં રસોઇ કરવા જાય છે ત્યાં રહેતા વૃદ્ધાની સારસંભાળનું કામ કરતી હોય બુધવારે સવારે પતિ પોતાને ઇલાના ઘર નીચે મૂકી જતા રહ્યાં હતા.બહેનના ક્વાર્ટરે પહોંચી પોતે રૂૂમમાં બેસીને બહેન ઇલાને ત્રણ-ચાર વખત મોબાઇલ કર્યો હતો.પરંતુ સ્વિચ ઓફ આવતો હતો.આમ વીસેક મિનિટ જેટલો સમય ઇલાના ઘરમાં રહ્યાં બાદ બેડરૂૂમમાં જતા બહેન ઇલાને જમીન પર બેભાન હાલતમાં પડેલી જોઇ હતી.જેથી આ મામલે યુનિવર્સિટી પોલીસમાં જાણ કરી હતી.પોલીસમાંથી જાણવા મળ્યું હતું કે,સંજયે પોતાની ઓળખ છુપાવવા માટે હેર કટિંગ કરાવી નાખ્યા હતા અને દાઢી અને મૂછ પણ કાપી નાખ્યા હતા.તેમના ચાર દિવસના રિમાન્ડ માટે કોર્ટમાં રજુ કરવામાં આવશે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement