રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

કલ્યાણપુરમાં એક દિવસમાં 12 ઈંચ વરસાદ બાદ મેઘરાજાએ પોરો ખાધો

12:56 PM Jul 23, 2024 IST | admin
Advertisement

જનજીવન અસ્તવ્યસ્ત: લાંબા, પાનેલીમાં એનડીઆરએફની ટીમનું ઓપરેશન

Advertisement

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અતિ ભારે કરી શકાય તેવો વરસાદ કલ્યાણપુર તાલુકામાં ખાબક્યો હતો. જેમાં સોમવારે સવારે 8 થી 12 વાગ્યા દરમ્યાન અનરાધાર 11 ઈંચ વરસાદ ખાબકતા કેટલાક સ્થળોએ પરિસ્થિતિ નાજુક બની રહી હતી. અનેક ગ્રામ્ય વિસ્તારો બેટમાં ફેરવાઈ ગયા છે. ભારે વરસાદના પગલે દ્વારકા-સોમનાથ હાઈવે બંધ થઈ જવા પામ્યો હતો.

છેલ્લા બે દિવસ દરમિયાન જિલ્લામાં દ્વારકા બાદ કલ્યાણપુર તાલુકામાં સૌથી વધુ વરસાદ વરસી રહ્યો છે. આજે વહેલી સવારે ત્રણ મીલીમીટર બાદ સવારના આશરે નવેક વાગ્યાના સમયથી વરસાદે વેગ પકડ્યો હતો અને સાંબેલાધારે વરસાદ વરસતા બપોરે 12 વાગ્યા સુધીમાં 11 ઈંચ પાણી પડી ગયું હતું. તાલુકાના લાંબા, ભોગાત, ટંકારીયા પાનેલી કેનેડી, વિગેરે ગામોમાં પણ સાર્વત્રિક ધોધમાર વરસાદ વરસી જતા અનેક ખેતરોનું ધોવાણ થયું હતું. ભારે વરસાદના પગલે જિલ્લા પ્રશાસન દ્વારા લોકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી કરવામાં આવી હતી.

ભારે વરસાદના પગલે અનેક ગામો બેટમાં ફેરવાઈ ગયા હતા જેને પગલે સ્થાનિક મામલતદારની ટીમ દ્વારા સ્થળ પર જઈ અને જરૂૂરી કામગીરી કરવામાં આવી હતી. કલ્યાણપુર તાલુકાના હરીપર ગામે રહેતા એક સગર્ભાને દુખાવો ઉપડતા જેસીબી મશીન મારફતે આરોગ્ય સ્ટાફને આ સ્થળે પહોંચાડી તેને જરૂૂરી સારવાર આપવામાં આવી હતી. કલ્યાણપુરમાં સોમવારે સવારથી બપોર સુધીમાં થોડો સમય અતિવૃષ્ટિ જેવી સર્જાયેલી પરિસ્થિતિ માટે તંત્રએ અવીરત રીતે કામગીરી કરી, આ પરિસ્થિતિમાં સાવચેત રહેવા જિલ્લા કલેક્ટર પંડ્યા તેમજ હાલારના સાંસદ પૂનમબેન માડમ દ્વારા નાગરિકોને નદી-નાળાથી દૂર રહેવા તેમજ ભારે વરસાદ સંદર્ભે જરૂૂરી સાવચેતી કેળવવા માટે અપીલ કરી હતી. ગઈકાલે સાંજથી મેઘરાજાએ પોરો ખાધો હોય તેમ વરસાદી બ્રેક રહી હતી અને ગત સાંજથી આજે સવાર સુધીમાં ધીમીધારે અડધો ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો.

કલ્યાણપુર તાલુકાના પાનેલી ગામે ભારે વરસાદના પગલે 3 લોકો ફસાઈ ગયા હતા. આ અંગેની માહિતી મળતાં જિલ્લા કલેકટર શ્રી જી. ટી. પંડ્યાના માર્ગદર્શન હેઠળ પોલીસ તંત્ર તેમજ ફાયર વિભાગ દ્વારા એરફોર્સની મદદ લઇ રેસ્કયું કરવામાં આવ્યું હતું. દ્વારકા પ્રાંત અધિકારી શ્રી હિતેશ ભગોરા, કલ્યાણપુર મામલતદાર શ્રી રામભાઇ સુવા, નાયબ મામલતદાર શ્રી તેમજ કલ્યાણપુર પી.એસ.આઇશ્રીએ સ્થળ પર પહોંચી ફસાયેલા નાગરિકોના રેસ્ક્યું માટે જરૂૂરી માર્ગદર્શન આપી કામગીરી કરી હતી.

Tags :
Dwarkadwarkanewsgujaratgujarat newsheavyrainrain
Advertisement
Next Article
Advertisement