For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ગુજરાત બોર્ડર નજીક આફ્રિકન સ્વાઈન ફ્લૂનો પગપેસારો, 100 ડુક્કરનાં મોત

05:46 PM Feb 17, 2024 IST | Bhumika
ગુજરાત બોર્ડર નજીક આફ્રિકન સ્વાઈન ફ્લૂનો પગપેસારો  100 ડુક્કરનાં મોત

દેશમાં ફરી એકવાર ફ્લૂનો ત્રાસ વધી રહ્યો છે, સમાચાર મળી રહ્યાં છે કે, મહારાષ્ટ્ર અને ગુજરાત બોર્ડર નજીક આવેલા ગામમાં નવા જ પ્રકારના આફ્રિકન સ્વાઇન ફ્લૂએ દેખા દીધી છે. આ આફ્રિકન સ્વાઇન ફ્લૂના ફેલાવવાથી લગભગ 100 જેટલા ડૂક્કરો મોતને ભેટ્યા છે. હાલમાં સમગ્ર એરિયાને પ્રતિબંધિત વિસ્તાર જાહેર કર્યો છે અને ટેસ્ટિંગ શરૂૂ કરાયુ છે.

Advertisement

મળતી માહિતી પ્રમાણે, ગુજરાત અને મહારાષ્ટ્ર બોર્ડર નજીકના, અને ગુજરાતના તાપી જિલ્લાના નજીક આવેલા મસાવદ ગામમાં આફ્રિકન સ્વાઇન ફ્લૂએ પગપેસારો કર્યો છે. ગુજરાતને અડીને આવેલા મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લામાં આફ્રિકન સ્વાઇન ફ્લૂનો પગપેસારો થયો છે. નંદુરબાર જિલ્લાના શાહદાના મસાવદ ગામમાં 100 જેટલા ડૂક્કર ના મોત થતાં સમગ્ર એરિયામાં ખળભળાટ મચી ગયો છે, લોકોમાં ગભરાટ ફેલાયો છે. મહારાષ્ટ્રના મસાવદમાં ભૂંડના મોત બાદ તાત્કાલિક ધોરણે ટેસ્ટિંગની કાર્યવાહી હાથ ધરાઇ છે અને પરીક્ષણના નમૂના ભોપાલની લેબમાં મોકલવામાં આવ્યા છે. તંત્ર પણ આફ્રિકન સ્વાઇન ફ્લૂના અચાનક ફેલાવાને લઇને એલર્ટ મોડમાં આવ્યુ છે, અને આજુબાજુના 10 કિલોમીટર સુધીના વિસ્તારને પ્રતિબંધિત જાહેર કરી દેવાયો છે.મહેસાણાના વિસનગરમાં સ્વાઇન ફ્લૂથી એક વ્યક્તિનું મોત થયું છે. કાસા રોડ પર રહેતા 52 વર્ષીય આધેડનું મોત થયું છે. દર્દીનો રિપોર્ટ સ્વાઇન ફૂલુ પોઝિટિવ આવ્યો હોવા છતા જીલ્લા આરોગ્ય વિભાગને જાણ ન કરતા લેબ સંચાલકને નોટિસ આપવામાં આવી હતી. મહેસાણા જીલ્લામાં સ્વાઇન ફ્લુ ના 24 કેસ શંકાસ્પદ નોંધાયા છે, જેમાંથી ચાર કેસ સ્વાઇન ફ્લૂ પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વૃદ્ધો વધુ જોખમ છે. આ સિવાય હૃદય અથવા ફેફસાના રોગ (અસ્થમા, ઈઘઙઉ, એમ્ફિસીમા), ડાયાબિટીસ, સ્થૂળતા સહિત અન્ય રોગોથી પીડિત લોકોમાં ચેપનું જોખમ વધારે છે.
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન અનુસાર, વર્ષ 2009માં સ્વાઈન ફ્લૂના પઇં1ગ1થ પ્રકારે ભારે તબાહી મચાવી હતી, જેના કારણે તેને પરોગચાળોથ જાહેર કરવામાં આવ્યો હતો.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement