જૂનાગઢ કોર્પોરેશનમાં આવતી કાલથી વહીવટદારનું શાસન
ચૂંટાયેલી બોડીની મુદત પૂરી, ઓફિસો ખાલી કરાશે
જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન (ઉંખઈ)માં આજે સાંજે 6 વાગ્યે ચૂંટાયેલી પાંખની મુદત પૂરી થતા આવતી કાલે સવારથી શહેરમાં વહીવટદાર શાસન લાગુ થશે.આ સાથે ચૂંટાયેલા મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સહિતના પદાધિકારીઓ તેમની ઓફિસ ખાલી કરશે.
જૂનાગઢ શહેરમાં 2019 થી 2024 સુધી ભાજપનું શાસન હતું. ભાજપે કુલ 60 બેઠકોમાંથી 55 બેઠકો સાથે સ્પષ્ટ બહુમતી મેળવી હતી.
આ પાંચ વર્ષના શાસન દરમિયાન કુલ રૂૂ. 1560 કરોડ રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા ઉંખઈને આપવામાં આવ્યા હતા, જેમાંથી રૂૂ. 700 કરોડના કામો ચાલી રહ્યા છે. શહેરમાં કરોડોના રોડના કામો ચાલી રહ્યા છે. પાંચ વર્ષમાં મહાનગરપાલિકાએ કુલ 1082 કામો હાથ ધર્યા હતા જેમાંથી 672 કામો પૂર્ણ થયા છે. ઉપરાંત, આ અઠવાડિયે રાજ્યના મુખ્યમંત્રીએ શહેરમાં અન્ય રૂૂ. 397 કરોડના વિકાસ કામોનું ઉદ્ઘાટન અને લોકાર્પણ કર્યું હતું.
આ અઠવાડિયે મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, શાસક પક્ષના નેતા સહિતના પદાધિકારીઓની ઓફિસો ખાલી કરવાની કવાયત શરૂૂ કરવામાં આવી હતી. પદાધિકારીઓને પ્રજાના ટેક્સના પૈસામાંથી મળેલા મોબાઈલ ફોન અને કાર જમા કરાવવામાં આવે છે.