ગ્રાન્ટેડ સ્કૂલોની ફીમાં ત્રણ ગણો વધારો માગતા સંચાલકો
નિભાવ ગ્રાન્ટ પણ વધારવા માગણી, મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત
ગ્રાન્ટેડ સ્કૂલોની ફીમાં જંગી વધારો કરવા માટે સંચાલક મંડળ દ્વારા માગણી કરવામાં આવી છે. ફી વિકલ્પવાળી ગ્રાન્ટેડ સ્કૂલોની ફીમાં ત્રણ ગણો વધારો કરવામાં આવે તેવી રજૂઆત સંચાલક મંડળ દ્વારા શિક્ષણંમત્રી સમક્ષ કરવામાં આવી છે. હાલમાં ધોરણ-9માં રૂૂ. 60 માસિક ફીની મંજૂરી છે, તેની સામે સંચાલક મંડળ દ્વારા રૂૂ. 250 માસિક ફી વસૂલવા માગણી કરવામાં આવી છે.
આ જ રીતે પ્રયોગશાળા માટેની ફીમાં પણ પાંચ ગણો વધારો માગવામાં આવ્યો છે. ફી વિકલ્પ ઉપરાંત નિભાવ ગ્રાન્ટમાં પણ વધારો કરવા માગણી કરવામાં આવી છે.
રાજ્ય શાળા સંચાલક મહામંડળે મુખ્યમંત્રીને પત્ર લખીને રજૂઆત કરી છે. જેમાં જણાવાયું છે કે, ગુજરાત સરકાર દ્વારા માધ્યમિક શાળાઓની નિભાવ ગ્રાન્ટ અને પગાર ગ્રાન્ટ આપવાની યોજના અમલમાં આપી અને આ યોજના અંતર્ગત રાજ્યની ગ્રાન્ટેડ શાળાઓનાં શૈક્ષણિક અને બિનશૈક્ષણિક કર્મચારીઓને પ્રતિ માસ તેમના બેંક ખાતામાં સીધા પગાર યોજના હેઠળ પગાર જમા કરાવવાની શરૂૂઆત થઈ હતી. ઉપરાંત શાળા સંચાલકોને શાળાના નિભાવ માટે નિભાવ ગ્રાન્ટ આપવાની શરૂૂઆત થઈ હતી. રાજ્ય સરકારે નિભાવ ગ્રાન્ટમાંથી પોતાનો ફાળો ઓછો કરવા માટે નિભાવ ગ્રાન્ટની સામે રાજ્યની ગ્રાન્ટેડ શાળાઓને નિભાવ ગ્રાન્ટ જતી કરીને શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પાસેથી ફી વસૂલીને શાળાની નિભાવ કરવાની યોજના અમલમાં મૂકી હતી.
આમ, ફી વિકલ્પોવાળી શાળાઓ અસ્તિત્વમાં આવી હતી અને છેલ્લા ઠરાવ મુજબ નિભાવની સામે ધોરણ પ્રમાણે ફી વસૂલવાનું નક્કી કરાયું હતું. જેમાં ધોરણ-9 માટે માસિક રૂૂ. 60, ધોરણ-10 માટે માસિક રૂૂ. 70, ધોરણ-11 માટે માસિક રૂૂ. 80 અને ધોરણ-12 માટે માસિક રૂૂ. 95 ફી વસૂલ કરવાની મંજૂરી અપાઈ હતી. જ્યારે પ્રયોગશાળા સત્રદીઠ ફી રૂૂ. ધોરણ-11 માટે રૂૂ. 65 અને ધોરણ-12 માટે 80 નક્કી કરવામાં આવી હતી. જોકે, સંચાલક મંડળ દ્વારા 2017ના ઠરાવથી નક્કી કરવામાં આવેલી આ ફી સામે હવે ફી વધારો કરવા માગણી કરી છે. જેમાં ધોરણ-9 માટે રૂૂ. 250, ધોરણ-10 માટે રૂૂ. 300, ધોરણ-11 માટે રૂૂ. 350 અને ધોરણ-12 માટે રૂૂ. 400 ફી રાખવા માગણી કરી છે. જ્યારે પ્રયોગશાળા માટે ધો.11માં રૂૂ. 500 અને ધોરણ-12માં રૂૂ. 600 રાખવા માગણી કરી છે. આ ઉપરાંત રાજ્યની ગ્રાન્ટેડ શાળામાં નિભાવ ગ્રાન્ટના સ્લેબ સુધારવાની સાથે સાથે ફી વિકલ્પવાળી ગ્રાન્ટેડ શાળાઓની ફીમાં પણ વધારો કરવા માગણી કરાઈ છે.
2017ના ઠરાવ બાદ 7 વર્ષનો સમયગાળો થયો ત્યારે દર વર્ષે 7 ટકા ફી વધારો ગણવામાં આવે તો ફીમાં 50 ટકા ફી વધારો મળવાપાત્ર થાય તેમ છે. જેથી સંચાલક મંડળ દ્વારા માગણી કરવામાં આવી છે કે, 1થી 6 વર્ગ માટે વર્ગ દીઠ માસિક રૂૂ. 5 હજાર, 7થી 16 વર્ગ માટે વર્ગ દીઠ માસિક રૂૂ. 4500 અને 17 વર્ગ કરતા વધુ માટે વર્ગ દીઠ માસિક રૂૂ. 4 હજાર નિભાવ ગ્રાન્ટ ચુકવવામાં આવે તેવી માગણી કરી છે.