ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

દ્વારકાધીશ મંદિરમાં વીઆઈપી દર્શન પ્રકરણમાં તાત્કાલિક પગલાં ભરવા વહીવટદારની પોલીસ સમક્ષ માંગણી

11:56 AM Jul 31, 2025 IST | Bhumika
Advertisement

પી.એમ.પોર્ટલ ઉપર પણ ફરિયાદ છતાં પોલીસ નિષ્ક્રિય

Advertisement

દ્વારકાધીશ મંદિરમાં હરીએમ એપ્લીકેશન તથા પોર્ટલ દ્વારા સ્થાનીકોની મીલીભગતથી ભાવિકો સાથે છેતરપિંડી આચરવામાં આવતી હોવા અંગે થયેલ ફરીયાદ અંગે તેમજ આવો ભ્રામક પ્રચાર કરનારાઓ સામે મંદિર વહીવટદાર દ્વારા જિલ્લા પોલીસ વડાને સાઈબર સેલ વિભાગની મદદથી તત્કાલ પગલા લેવા માંગ કરાઈ છે.
આશરે પચ્ચીસ દિવસ પહેલાં દ્વારકાના સ્થાનીય પંડા ભગવતપ્રસાદ પાઢ દ્વારા સાઈબર ક્રાઈમ પોર્ટલ પર ફરીયાદ કરી દ્વારકાધીશ મંદિરમાં હરીએમ એપ્લીકેશન તથા પોર્ટલ દ્વારા ભાવિકો સાથે પ્રતિવ્યકિત 800 રૂૂપિયા જેટલો મસમોટો ચાર્જ વસૂલી વીઆઇપી દર્શન કરાવાતા હોવાની ફરીયાદ કરવામાં આવેલ. અને આવી ભ્રામક જાહેરાત સાથે યાત્રાળુઓ સાથે સાઈબર ફ્રોડ આચરી ખિસ્સા ખંખેરવાના કારસામાં બહારના બે મહિલા તેમજ સ્થાનીય ત્રણ વ્યકિતઓની સંડોવણી હોવા અંગે ફરીયાદ કરવામાં આવેલ.

આ અંગે દ્વારકાધીશ મંદિરના વહીવટદાર દ્વારા જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરી આવી ભ્રામક જાહેરાતોથી સાઈબર ફ્રોડની સંભાવના જોતાં સાઈબર સેલની મદદથી તાત્કાલીક તપાસ કરી તમામ જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરવા તેમજ આ પ્રકારની એપ્લીકેશન પર યોગ્ય નિયંત્રણ લાવવા અને નિરંતર નિરીક્ષણ સાથે કોઈપણ શ્રધ્ધાળુ સાઈબર ફ્રોડનો શિકાર ન બને તેમજ મંદિર સુરક્ષાની દ્રષ્ટિએ પણ આ બાબત ગંભીર ગણાવી યોગ્ય પગલા લેવા માંગ કરાઈ છે.

આશરે પચ્ચીસ દિવસ પહેલાં સાઈબર ક્રાઈમ વિભાગમાં થયેલ ફરીયાદ અંગે હજુ સુધી પોલીસ દ્વારા એફઆઈઆર નોંધવામાં આવી નથી. આ અંગે ફરીયાદી ભગવતપ્રસાદ પાઢે જણાવ્યું કે ફરીયાદ સબબ માત્ર અમારા નિવેદનો પોલીસે નોંધ્યા છે જયારે પગલા લેવા અંગે તપાસ ચાલુ છે તેવો સ્ટીરીયોટાઈપ જવાબ પોલીસ આપી રહી છે. આશરે દસ દિવસ પહેલા દ્વારકા પોલીસને આ અંગે પગલા લેવા રીમાઈન્ડર આપ્યા છતાં પણ આજે પચ્ચીસ દિવસ પછી પણ આ મામલે કોઈપણ ઈસમ વિરુધ્ધ એફઆઈઆર નોંધવામાં આવી નથી. ત્યારે શા માટે પોલીસ તપાસ લાંબી ખેંચાઈ રહી છે અને સાઈબર ફ્રોડની સંભાવના જોતા પણ જવાબદારો સામે કડક કાર્યવાહી કરતા પોલીસ કોની લાજ કાઢી રહી છે તેવા પણ પ્રશ્નો ઉઠી રહયા છે.

ફરીયાદી ભગવતપ્રસાદ પાઢ દ્વારા દ્વારકાધીશ મંદિરમાં ભાવિકોની આસ્થા સાથે ખિલવાડ કરતા પ્રકરણે અમૂક ઈસમો દ્વારા સુનિયોજીત રીતે ષઢયંત્ર ચલાવવામાં આવતું હોવા અંગેની ઉકત કરીયાદ પ્રધાનમંત્રી કાર્યાલયના પીએમઓ પોર્ટલ તેમજ સીએમઓ કાર્યાલય સહિત ઉચ્ચકક્ષાએ રજૂઆત કરી પગલા લેવા માંગ કરાઈ છે.

Tags :
Dwarkadwarka newsDwarka templegujaratgujarat news
Advertisement
Next Article
Advertisement