ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

E-KYC કામગીરીના નાણા ચૂકવવામાં વહીવટી તંત્રના ઠાગાઠૈયા: વેપારીઓની રાવ

05:24 PM Apr 12, 2025 IST | Bhumika
Advertisement

સસ્તા અનાજના વેપારીઓ કરતા પોસ્ટખાતાને પાંચ ગણી રકમ ચૂકવાતી હોવાના આક્ષેપ

Advertisement

રાજ્ય સરકાર દ્વારા રાશનકાર્ડ ધારકોનુ ઈકેવાયસી કરવાનુ ફરજિયાત કરવામાં આવ્યું છે છેલ્લા બે વર્ષથી જુદી જુદી એજન્સીઓને કામ સોંપવામાં આવે છે સરકાર દ્વારા પોતાના વહીવટ તંત્ર પર પણ ઘણું દબાણ કરીને આ કામગીરી આગળ ધપાવાના પ્રયત્નો પણ થઈ રહ્યા છે સસ્તા અનાજના વેપારી ભાઈઓ કે જેમની બિલકુલ જવાબદારી નથી થતી તેઓ પર દબાણ લાવી અને આ કામગીરી કરાવવા માટે સરકાર મથામણ કરે છે વચ્ચે એક વખત વેપારી ભાઈઓ પાસેથી આ કામગીરી લઈ અને પોસ્ટ વિભાગને આપવામાં આવી પરંતુ ત્યાં પણ કાંઈ ભલીવાર ન થઈ અને ફરી પાછું પીડીએસ પ્લસ નામની એપ્લિકેશન દ્વારા સસ્તા અનાજ દુકાનદારો પર કામગીરી કરવા માટે રાજ્યના ઘણા તાલુકાઓમા ધોંસ જમાવવામાં આવે છે આ અગાઉ જ્યારે દુકાનદાર ભાઈઓને કામગીરી સોંપવામાં આવી હતી ત્યારે વ્યક્તિ દીઠ ઈ-કેવાયસી કરવાના પાંચ રૂૂપિયા કમીશન આપશું એવું સમજાવવામાં આવ્યું હતું પરંતુ આજ દિવસ સુધી આ બાબતે નથી કોઈ હિસાબ કરવામાં આવ્યો કે નથી કોઈ જાતના નાણાં ચૂકવવામાં આવ્યા આજ કામગીરી માટે પોસ્ટ ખાતા સાથે સસ્તા અનાજના વેપારી ભાઈઓથી પાંચ ગણું વધારે એટલે કે એક કેવાયસી દીઠ 25 રૂૂપિયા કમિશન આપવાનું ઠરાવવામાં આવ્યું છે એક જ કામગીરી માટે બે જુદી જુદી એજન્સીઓની વચ્ચે એક સરખી કામગીરીના કમિશનમાં આટલો મોટો તફાવત રાખીને સરકાર ભેદભાવ કરી રહી છે સરકાર નબળા દુકાનદારોને દબાવીને ઓછા પૈસે કામ કરવા માટે પોતાની બ્યુરોકસી દ્વારા વેપારીઓને મિટિંગમાં બોલાવી અને ધમકાવીને આ કામગીરી કરાવવા માંગે છે.

જ્યારે નજીવા કમિશનમાં કામ કરતાં સંસ્થાના દુકાનદાર ભાઈઓની વાત ક્યારેય આ વહીવટ તંત્ર સાંભળતું નથી દુકાનદાર ભાઈઓ પહેલેથી જ 50 જેટલી સમસ્યાઓ સાથે કામ કરી રહ્યા છે એમાં આ ઈકેવાયસીની જટિલ પ્રક્રિયામાં વેપારી ભાઈઓને ફરીથી જોડવા માટે સરકાર એના અધિકારીઓ દ્વારા દમન ગુજારશે આ અગાઉ પણ અનેક વખત આધાર કાર્ડના ઉઘરાણા કરીને પણ સરકાર આજ દિવસ સુધી પોતાનો રેશનકાર્ડનો ડેટા શું વ્યવસ્થિત કરી શકી નથી રેશનકાર્ડ ધારકોના નામ સામે આધાર કાર્ડનુ મેપિંગ કરવાની કામગીરી પણ અધિકારીઓ દ્વારા કરવામાં આવેલી આ કામગીરીમા પોલમ પોલના કારણે આ ઈ-કેવાયસીની કામગીરી કરવાની જરૂૂર પડી છે જે સરકાર પોતાની અગાઉની નિષ્ફળતા છુપાવવા માટે આ કાર્ય કરી રહી છે ઈકેવાયસીની કામગીરીનો કોઈ વિરોધ નથી આ એક સારી બાબત છે સરકારનો ડેટા સુધરશે ડુપ્લીકેટ અને ભૂતિયા નામો નીકળી જશે પરંતુ આવી સુંદર કામગીરી માટે સરકાર છેલ્લા બે વર્ષથી જુદી જુદી એજન્સીઓ દ્વારા કામ કરાવવા માટે હવાતીયા મારી રહી છે કોઈ નક્કર પરિણામ મેળવી શકી નથી તેવી વ્યથા વેપારીઓ દ્વારા ઠાલવવામાં આવી છે.

Tags :
administrative systemE-KYCgujaratgujarat news
Advertisement
Next Article
Advertisement