રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

રાજકોટથી સોમનાથ અને ઘેલા સોમનાથની વધારાની એસટી બસ શરૂ

05:01 PM Aug 06, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

ગુજરાત રાજ્ય માર્ગ અને વાહન વ્યવહાર નિગમના રાજકોટ એસટી ડિવિઝન દ્વારા પરમ પવિત્ર શ્રાવણ માસ નિમિતે રાજકોટ-સોમનાથ અને રાજકોટ-ઘેલા સોમનાથ રૂૂટની એક્સ્ટ્રા બસ સેવાનો પ્રારંભ કરાયો છે.વિશેષમાં રાજકોટ વિભાગીય નિયામક જે.બી.કલોતરાએ જણાવ્યું હતું કે, ગુજરાત સરકારના મંત્રી કુંવરજીભાઇ બાવળીયાના હસ્તે આ નવી એક્સ્ટ્રા બસ સેવાને પ્રસ્થાન કરાવાયું હતું.

રાજકોટથી ઘેલા સોમનાથ જવા દરરોજ સવારે 8-30 કલાકે લોકલ એક્સ્ટ્રા બસ મળશે અને આ બસ ઘેલા સોમનાથથી રાજકોટ જવા માટે સવારે 10-30 કલાકે રિટર્ન થશે. જસદણ નજીક આવેલા ઘેલા સોમનાથનું રાજકોટથી અંતર 77 કિલોમીટર છે.

જ્યારે રાજકોટથી સોમનાથ જવા માટે દરરોજ સવારે 5-45 કલાકે એક્સપ્રેસ બસ મળશે અને આ બસ 11-45 કલાકે સોમનાથથી રાજકોટ રિટર્ન થશે. રાજકોટથી સોમનાથનું અંતર 206 કિલોમીટર છે. ધર્મપ્રેમી જનતાને આ એક્સ્ટ્રા બસ સેવાનો લાભ લેવા એસટી તંત્ર દ્વારા અપીલ કરાઇ છે.

Tags :
gujaratgujarat newsrajkotrajkot newsST bus
Advertisement
Next Article
Advertisement