રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

દીપાવલીમાં રાજકોટ સહિત 9 ડેપો પરથી વધારાની 100 બસો દોડાવાશે

03:39 PM Oct 09, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

દિવાળીના પર્વ નિમિત્તે રાજકોટ એસ.ટી. વિભાગ દ્વારા જનતાની સુવિધા અર્થે 25 ઓક્ટોબરથી મુસાફરોને તેમના ગંતવ્ય સ્થળે પહોંચવા માટે 100 વધારાની બસ દોડાવવા માટેનું આયોજન કરાયું છે. જેમાં રાજકોટ, મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લામાં આવતા 9 ડેપો પરથી વધારાની બસો મુકવામાં આવી છે. જેમાં અમદાવાદ, વડોદરા, સુરત, ભાવનગર, દ્વારકા, સોમનાથ, દાહોદ, મંડોર અને છોટાઉદેપુરની બસમાં દિવાળી દરમિયાન વધુ ટ્રાફિક રહેતો હોવાથી એક્સ્ટ્રા બસો મૂકવામાં આવશે. આ વધારાની બસોનો લાભ મુસાફરોને 25 ઓક્ટોબરથી એક માસ સુધી મળી શકશે.

રાજકોટથી 20 એક્સ્ટ્રા બસ મુકવામાં આવશે, જેમાં અમદાવાદ,વડોદરા,સુરત, જામનગર, દ્વારકા, ભુજ, જુનાગઢ, સોમનાથ, ભાવનગર, અમરેલી, મહુવા,ઉના, દાહોદ,ઝાલોદ,મંડોર,છોટાઉદેપુર રૂૂટનો સમાવેશ કરાયો છે.
ગોંડલથી 15 એક્સ્ટ્રા બસ જમાં રાજકોટ, જુનાગઢ,સોમનાથ, અમદાવાદ, દાહોદ, ઝાલોદ, મંડોર, છોટાઉદેપુર, જસદણથી 10 એક્સ્ટ્રા બસ જેમાં રાજકોટ,અમદાવાદ,દાહોદ, ઝાલોદ, મંડોર, છોટાઉદેપુર, સુરેન્દ્રનગરથી 15 એકસ્ટ્રા બસ જેમાં અમદાવાદ, રાજકોટ,દાહોદ, ઝાલોદ, મંડોર, છોટાઉદેપુર, લીંબડીથી 8 એકસ્ટ્રા બસ જેમાં અમદાવાદ, રાજકોટ, દાહોદ, ઝાલોદ,મંડોર, છોટાઉદેપુર, ધ્રાંગધ્રાથી 8 એકસ્ટ્રા બસ જેમાં હળવદ, કવાંટ, દાહોદ, ઝાલોદ, ચોટીલાથી 4 એકસ્ટ્રા બસ જેમાં રાજકોટ, અમદાવાદ,દાહોદ, ઝાલોદ, મંડોર, છોટાઉદેપુર, મોરબીથી 10 એકસ્ટ્રા બસ જેમાં અમદાવાદ, દાહોદ, ઝાલોદ, મંડોર, છોટાઉદેપુર, વાંકાનેરથી 10 એક્સ્ટ્રા બસ જેમાં અમદાવાદ, દાહોદ, ઝાલોદ, મંડોર,છોટાઉદેપુર, તેમજ કોઈ પણ સ્થળે જવા માટે (52)બાવન કે તેથી વધુ મુસાફરોને એક સાથે બસની જરૂૂરિયાત હોય તો તેમના ઉપડવાના સ્થળેથી પહોચવાના સ્થળ સુધી એડવાન્સ ગ્રુપ બુકિંગ ની સુવિધા જે તે ડેપો કક્ષાએ ઉપલબ્ધ રહેશે.તેના માટે સ્થાનિક ડેપો મેનેજરનો સંપર્ક કરવાનો રહેશે. તેમ, એસ.ટી વિભાગીય નિયામક, રાજકોટની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Tags :
9 depoDeepavaligujaratgujarat newsrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement