ભેંસના દૂધમાં વેજિટેબલ ફેટની મિલાવટ: સેમ્પલ ફેલ
ધ ગ્રાન્ડ ઠક્કર રેસ્ટોરન્ટમાંથી વાસી અખાદ્ય જથ્થાનો નાશ, 28 ધંધાર્થીઓને ત્યાં ચેકિંગ
મનપાના ફૂડ વિભાગ દ્વારા આજે 28 ધંધાર્થીઓને ત્યાં ચકાસણી હાથ ધરી ધ ગ્રાન્ટ ઠક્કર રેસ્ટોરન્ટમાંથી વાસી નુડલ્સ, ભાત સહિતનો પાંચ કિલો અખાદ્ય જથ્થાનો નાશ કરી અલગ અલગ 15 ડેરીમાંથી લુઝ દુધના સેમ્પલ લેવામાં આવ્યા હતાં તેમજ ગત માસે કોઠારિયા મેઈન રોડ પર આવેલ જયકિશાન ડેરીમાંથી લીધેલ દૂધના નમુનાના રિપોર્ટ ફેઈલ આવ્યો હતો રિપોર્ટમાં દૂધમાં વેજીટેબલ ફેટને હાજરી દર્શાવતા ડેરીના સંચાલક વિરુદ્ધ એજ્યુબીકેશન કાર્યવાહી હાથ ધરાઈ છે. ફૂડ વિભાગની ટીમ દ્વારા સર્વેલન્સ ચેકિંગ દરમિયાન ધ ગ્રાન્ડ ઠક્કર રેસ્ટોરેન્ટ, 80 ફૂટ રોડ, રાજકોટની તપાસ કરતાં બાફેલા, રાંધેલા વાસી સબ્જી, વાસી નુડલ્સ તથા વાસી ચટણી કુલ મળીને અંદાજીત 05 કિ.ગ્રા. જથ્થો અખાધ્ય જણાતા સ્થળ પર નાશ કરેલ તેમજ હાઈજેનિક કન્ડિશન જાળવવા બાબતે નોટિસ આપવામાં આવેલ. ફૂડ વિભાગની ટીમે શહેરના મેઘાણી રંગ ભવન -હોકર્સ ઝોન વિસ્તારમાં આવેલ ખાદ્યચીજોનું વેચાણ કરતાં કુલ 28 ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં 11 ધંધાર્થિઓને લાઇસન્સ બાબતે સૂચના આપવામાં આવેલ. તેમજ ખાધ્ય ચીજોના કુલ 11 નમૂનાની સ્થળ પર ચકાસણી કરેલ હતી.
15 સ્થળેથી દૂધના નમૂના લેવાયા
મીક્સ દૂધ - ધારેશ્વર ડેરી ફાર્મ, ભક્તિનગર સર્કલ, મીક્સ દૂધ - મહેશ વિજય ડેરી ફાર્મ, વાણિયાવાડી મેઇન રોડ, મીક્સ દૂધ - રાધે શ્યામ ડેરી ફાર્મ, ગાયત્રીનગર મેઇન રોડ, મીક્સ દૂધ - બલરામ ડેરી ફાર્મ, હસનવાડી મેઇન રોડ, મીક્સ દૂધ - શ્રી અશોક ડેરી ફાર્મ, સહકાર મેઇન રોડ, મીક્સ દૂધ - શ્રી નવનીત ડેરી ફાર્મ, સહકાર મેઇન રોડ, મીક્સ દૂધ - શ્રી નીલકંઠ ડેરી ફાર્મ, કોઠારીયા મેઇન રોડ, મીક્સ દૂધ - શ્રી કૈલાશ ડેરી ફાર્મ, સુભાષનગર ચોક, મીક્સ દૂધ - યોગેશ્વર ડેરી ફાર્મ, સુભાષનગર ચોક, મીક્સ દૂધ - ન્યુ પટેલ વિજય ડેરી ફાર્મ, હાથીખાના મેઇન રોડ ગાયનું દૂધ - ભગવતી ડેરી ફાર્મ, સંતકબીર રોડ, મિક્સ દૂધ - શ્રી દ્રારકેશ ડેરી ફાર્મ, સંતકબીર રોડ, મિક્સ દૂધ - ગણેશ ડેરી ફાર્મ ફરસાણ, સંતકબીર રોડ, મિક્સ દૂધ - શ્રી મહાલક્ષ્મી ડેરી ફાર્મ, સંતકબીર રોડ, મિક્સ દૂધ - રાધેશ્યામ ડેરી ફાર્મ, સંતકબીર રોડ સહિત 15 સ્થળેથી દૂધના નમુના લઈ પૃથકરણ અર્થે મોકલવામાં આવ્યા હતાં.