રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

રૂડાભગત આણી ટોળકી સામે લૂંટની કલમ ઉમેરો

05:00 PM Dec 28, 2023 IST | Bhumika
Advertisement

રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના આટકોટ નજીક આવેલ માતૃશ્રી ડી.બી. પટેલ એજ્યુકેશન ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટી પર ઓફિસમાં ઘુસી પૂર્વયોજીત કાવતરું રચી ઘાતક હથિયાર વડે હુમલો કરી તોડફોડ કરવાના બનાવના સમગ્ર પંથકમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે ત્યારે ભાજપના આગેવાન રૂડાભગત સહિતના 40 શખ્સો સામે થયેલી ફરિયાદમાં લુંટની કલમ ઉમેરવા માટે આજે ગ્રામજનો અને શૈક્ષણિક સંકુલના ટ્રસ્ટીઓએ રજૂઆત કરી આવેદનપત્ર પાઠવ્યું હતું.

Advertisement

આ બનાવ અંગેની જાણવા મળતી વિગત મુજબ આટકોટ ગાયત્રીનગરમાં રહેતા મેનેજીંગ ટ્રસ્ટી અરજણભાઇ લીંબાભાઇ રામાણી (ઉ.71) ગઇકાલે સવારે આટકોટ ભાવનગર રોડ પર આવેલ માતૃશ્રી ડી.બી. પટેલ એજયુકેશન ટ્રસ્ટ સંકુલમાં આવેલ ઓફિસે બેઠા હતા ત્યારે સ્વીફટ, બોલેરો, સ્કોર્પીયો, બ્રેજા સહીતના 6 વાહનમાં ઘાતક હથીયાર સાથે ધસી આવેલા રૂડાભગત સહીતના 40 શખ્સોએ તું રાજીનામુ આપીને સુરત ચાલ્યો જા તેમ કહી મેનેજીંગ ટ્રસ્ટી પર હુમલો કર્યો હતો. સવારે બનેલી આ ઘટના સંદર્ભે આટકોટ પોલીસે મોડીરાતે મેનેજીંગ ટ્રસ્ટી અરજણભાઇ રામાણીની ફરીયાદ પરથી ભાજપના આગેવાન રૂડાભગત સહીતના 40 જેટલા શખ્સો સામે પુર્વયોજીત કાવત્રુ રચી ઘાતક હથીયાર વડે હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી તોડફોડ કરવા અંગેનો ગુનો નોંધ્યો છે. પોલીસની તપાસમાં હુમલાખોરો બે દિવસથી મેનેજીંગ ટ્રસ્ટીની રેકી કરી રહ્યા હતા અને ગઇકાલે સવારે ફરીયાદી ઘરેથી સંકુલ પહોંચ્યા બાદ રૂડાભગતની આગેવાની હેઠળ 40 જેટલા શખ્સો વાહનોમાં સંકુલે ધસી આવ્યા હતા. સૌ પ્રથમ હુમલાખોરોએ સંકુલના તમામ કર્મચારીના મોબાઇલ પડાવી લીધા હતા ત્યારબાદ ઓફિસના ટેલીફોનના વાયર કાપી મેનેજીંગ ટ્રસ્ટીને રાજીનામું આપી દેવાનું કહી હુમલો કર્યો હતો. એજયુકેશન ટ્રસ્ટમાં રૂડાભગત ઉર્ફે રૂડાભાઇ ભવાનભાઇ ભાધાણી મેનેજીંગ ટ્રસ્ટી તરીકે ગજેન્દ્ર રામાણીને બેસાડવા માંગતા હોય જેના કારણે ફરીયાદીને ડરાવવા હુમલો કર્યો હતો. વધુમાં જણાવ્યા પ્રમાણે 2011થી ફરીયાદી અને રૂડાભગત વચ્ચે મનદુ:ખ ચાલ્યુ આવતું હોવાનું જાણવા મળ્યુ છે.

આજે આટકોટ ગ્રામજનો અને માતૃશ્રી ડી.બી. પટેલ એજ્યુકેશન ટ્રસ્ટના તમામ ટ્રસ્ટીઓ કર્મચારીઓ અને સ્ટાફ દ્વારા મોટાપાયે વિશાળ રેલી સ્વરૂપે પોલીસ સ્ટેશન ઉપરાંત પ્રાંત અધિકારી અને મામલતદાર કચેરીએ ધસીજઈ હુમલાખોરોની તાકીદે ધરપકડ કરવા અને તેમની સામે લુંટનીકલમનો ઉમેરો કરવાની રજૂઆત કરી આવેદનપત્ર પાઠવ્યું હતું.

Tags :
gujaratgujarat newsrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement