For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

જેટકો પરીક્ષા લેવા અડગ, પરિવારજનો સાથે ગાંધીનગરમાં આંદોલન કરશે ઉમેદવારો

05:38 PM Dec 26, 2023 IST | Bhumika
જેટકો પરીક્ષા લેવા અડગ  પરિવારજનો સાથે ગાંધીનગરમાં આંદોલન કરશે ઉમેદવારો

Advertisement

જેટકો દ્વારા 1224 જગ્યા માટે ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટની ભરતીની જાહેરાત કરવામાં આવી હતી. ઝોન કક્ષાએ યોજાયેલા પોલ ટેસ્ટમાં ક્ષતિ હોવાનું જેટકોની તપાસમાં સામે આવતાં ભરતી જ રદ કરી દેવામાં આવી છે. વિભાગની ભૂલનો ભોગ ઉમેદવારો બન્યા હતાં. ઉમેદવારોએ વિદ્યાર્થીનેતા યુવરાજસિંહની આગેવાનીમાં વડોદરા જેટકોની ઓફિસ બહાર તારીખ 21 અને 22 ડિસેમ્બર વિરોધપ્રદર્શન કર્યું હતું. જેમાં જેટકોના ખઉએ નિવાડો લાવવાની દારણા આપતા ઉમેદવારોએ સરકારને 48 કલાકનો સમય આપી આંદોલન સમેટી લીધુ હતું. 48 કલાક પૂર્ણ થતા અને ભરતીને લઈને કોઈ નિરાકરણ ન આવતા ફરી ઉમેદવારો જેટકોની ઓફિસ પહોંચ્યાં હતાં. પાંચ ઉમેદવારોનું ડેલિગેશન જેટકોના એમ. ડી.ને મળવા ગયું હતું, પણ તેઓ હાજર નહોતા. જેથી ઉમેદવારોએ જનરલ મેનેજરને રજૂઆત કરી હતી. વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા કામઅર્થે બહાર હોવાથી તેઓ આવ્યા નહોતા.

વડોદરા આવેલા ઉમેદવારોને જેટકોના એમ.ડી.ને મળવા પહોંચ્યાં હતાં, પરંતુ તેઓ ગેરહાજર હતા. જેથી ઉમેદવારોએ પોતાની રજૂઆત જેટકોના જનરલ મેનેજર એચ. આર. જે. ટી. રાયને સંભણાવી હતી. તેમણે રજૂઆત બાદ ઉમેદવારોને જવાબ આપતા જણાવ્યું હતું કે, જેટકો પોતાના પરીક્ષા લેવાના નિર્ણય પર અડગ છે. જે બાદ ઉમેદવારો જેટકો ઓફિસની રવાના થયાં હતાં. સાથે જ પરિવાર સાથે ગાંધીનગરમાં જઈને આંદોલનને આગળ વધારશે તેવી ચીમકી ઉચ્ચારી હતી.
પોતાની રજૂઆત કરીને બહાર આવેલા ઉમેદવાર યુવરાજસિંહ ઝાલા અને અન્ય ઉમેદવાર બળદેવસિંહ પરમારે જણાવ્યું હતું કે, અમે પોલ ટેસ્ટ આપવા તૈયાર છીએ, પરંતુ પરીક્ષા તો ફરીથી નહીં જ આપીએ. જેટકોના એમ.ડી.એ એમને નિવાડો લાવવાની હૈયાધરણા આપી હતી. તેઓ અમારી વાત નહીં સ્વીકારે તો અમે ગાંધીનગરમાં આંદોલન કરીશું.

Advertisement

જેટકો વિદ્યુત સહાયકની ભરતીપ્રક્રિયામાં જીયુવીએનએલ અને જેટકોએ બહાર પાડેલી માર્ગદર્શિકાનું પાલન નહીં થતાં ભરતીપ્રક્રિયા રદ કરવામાં આવી હોવાની જાહેરાત જેટકોએ વેબસાઈટ પર કરી હતી. 11 ડિસેમ્બરે ઉમેદવારો દ્વારા વડોદરા રેસકોર્સ કચેરી ખાતે હોબાળો કરાયો હતો. જેના પગલે ભરતીપ્રક્રિયા રદ કરાઈ હોવાનું જાણવા મળ્યું હતું.

Advertisement
Tags :
Advertisement
Advertisement