નાગેશ્વર તેમજ ભગવાન દ્વારકાધીશના દર્શન કરતી અભિનેત્રી રવિના ટંડન
યાત્રાધામ દ્વારકા ખાતે આજ રોજ અભિનેત્રી રવિના ટંડન પુત્રી સાથે દ્વાદ્શ જયોતિલીંગ નાગેશ્વર મહાદેવના દર્શન કરી દ્વારકા જગત મંદિરે પહોચ્યા હતા. દેવસ્થાન સમિતી ખાતે તેઓનું પુજારી નલીનભાઇએ સ્વાગત કર્યુ હતું. ત્યારબાદ તેઓ ભગવાન દ્વારકા ધીશજીના દર્શન કરી પાદુકા પુંજન કર્યુ હતું. તેમની સાથે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.થોડા સમય પહેલા જ દ્વારકાધીશ જગત મંદિર આસપાસ વિસ્તારોમાં દ્વારકાના નવનિયુક્ત પ્રાંત અધિકારી મંદિરના ભિડ વારા વિસ્તારમાં બેરીકેટ મુકી મંદિર સમયે બાઇક ચાલકો તેમજ અન્ય વાહનો મંદિર ખુલ્લું હોય તે સમયે વાહનો લાવવા કડક પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.
ત્યારે જ્યારે વિઆઇપિઓ આવે ત્યારે અધિકારીઓ પણ વિઆઇપીના શરણે થૈઇ થતા હોય તેમ મંદિર પરિસમાં ફોરવિલરો પાર્ક કરવામાં દેવામાં આવતી હોય છે. તાજેતરમાં આજે અભિનેત્રી પ્રથમ મંદિર પરિસમાં ચાલીની એન્ટ્રી કરી ત્યારબાદ બે ફોર વિલ્સકાર ભિડ વચ્ચે પાર્ક થયેલી નજરે પડી હતી. દર્શનબાદ અભિનેત્રી કારમાં જતા રહ્યા હતા. ઉલ્લેખીયન છેકે થોડા દિવસો પહેલા એક મંત્રી દર્શને આવ્યા હતા. તેઓની ગાડી પણ તંત્રએ મંદિર પરિસર સુધી આવા દેવામાં નતી આવી પણ આજે અભિનેત્રીની ગાડી પરિસરમાં આવતા રોષ વ્યાપ્યો છે.