રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

મોરબી જિલ્લાના પૂર્વ પ્રમુખ જયંતી જેરાજ સહિતના કાર્યકરો ભાજપમાં જોડાયા

02:40 PM Feb 28, 2024 IST | Bhumika
Advertisement

લોકસભા ચુંટણી નજીક આવી રહી છે ત્યારે રાજકીય દાવપેચની મોસમ જામી છે રાજકીય પક્ષો પોતાના સંગઠનને વધુ મજબુત બનાવવા કવાયત કરી રહ્યા છે તો ગુજરાતમાં કોંગ્રેસ પક્ષ સતત નબળો પડી રહ્યો છે મોરબીમાં કોંગ્રેસની સ્થિતિ બહુ સારી જણાતી ના હતી તો જીલ્લા પ્રમુખના નામની જાહેરાત બાદ ભડકો થતા કોંગ્રેસ આગેવાનો નારાજ થઈને રાજીનામાં આપ્યા બાદ આજે વિધિવત ભાજપનો ખેસ ધારણ કરી લીધો છે.

Advertisement

મોરબી જીલ્લા કોંગ્રેસ પ્રમુખ તરીકે કિશોરભાઈ ચીખલીયાને જવાબદારી સોપવામાં આવ્યા બાદ હાલના પ્રમુખની જવાબદારી નિભાવતા જયંતીભાઈ પટેલે નારાજ થઈને રાજીનામું આપ્યું હતું તેમજ ગંભીર આક્ષેપો કર્યા હતા એટલું જ નહિ પૂર્વ પ્રમુખ મુકેશભાઈ ગામી સહિતના આગેવાનોએ એક બાદ એક રાજીનામાં આપ્યા હતા ત્યારથી આ નારાજ આગેવાનો ભાજપમાં જોડાય તેવી ચર્ચાએ જોર પકડ્યું હતું અને આખરે કોંગ્રેસના નારાજ આગેવાનોએ આજે ગાંધીનગર ખાતે પ્રદેશ પ્રમુખ સી આર પાટીલની ઉપસ્થિતિમાં કેસરિયા કર્યા હતાં.

કોંગ્રેસના પૂર્વ પ્રમુખ જયંતીભાઈ જેરાજભાઈ પટેલ, મહિલા પ્રમુખ રીટાબેન ભાલોડીયા, ચેતનભાઈ એરવાડિયા, નીલેશભાઈ ભાલોડીયા, પ્રકાશ બાવરવા, રામભાઈ રબારી અને અશ્વિનભાઈ વિડજા સહિતના આગેવાનો અને કાર્યકરોએ આજે વિધિવત ભાજપમાં પ્રવેશ કર્યો હતો ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, પ્રદેશ ઉપાધ્યક્ષ જયંતીભાઈ કવાડિયાની ઉપસ્થિતિમાં કમલમ ખાતે વેલકમ પાર્ટીમાં તમામ આગેવાનો અને કાર્યકરોને ભાજપનો ખેસ પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું હતું.

Tags :
BJPCongressgujaratgujarat newsmorbimorbi news
Advertisement
Next Article
Advertisement