For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

રેગિંગ રોકવામાં નિષ્ફળ કુલપતિ કે સંસ્થાના વડા સામે કાર્યવાહી થશે

12:12 PM Mar 21, 2024 IST | Bhumika
રેગિંગ રોકવામાં નિષ્ફળ કુલપતિ કે સંસ્થાના વડા સામે કાર્યવાહી થશે
  • શિક્ષણ વિભાગ દ્વારા કડક ઠરાવ જાહેર, સરકારી, ખાનગી, ડિમ્ડ યુનિવર્સિટી ઉપરાંત શૈક્ષણિક સંસ્થાઓ, રહેણાકો, રમતના મેદાન તમામને લાગુ

રાજ્યની જુદી જુદી યુનિવર્સિટીઓ અને શૈક્ષણિક સંસ્થાઓમાં વધતી જતી રેગિંગની ઘટનાઓને લઇને હાઇકોર્ટમાં વારંવાર થતી રીટના અનુસંધાનમાં શિક્ષણ વિભાગ દ્વારા તાકીદે રેગિંગને લઇને ઠરાવ બહાર પાડી દેવામાં આવ્યો છે. આ સાથે જ તમામ શૈક્ષણિક સંસ્થાઓને ફરજિયાત રેગિંગને લગતાં નિયમોનું પાલન કરવા પણ આદેશ આપવામાં આવ્યો છે. હવે રેગિંગની ઘટનામાં રોકવામાં નિશ્ફળ રહેનારા સંસ્થાના વડા સામે પણ પગલાં લેવાનું નક્કી કરાયું છે.

Advertisement

રાજ્યની મેડિકલ કોલેજો સહિત જુદી જુદી કોલેજો અને યુનિવર્સિટીઓમાં રેગિંગની ઘટનાઓ સતત વધી રહી છે. ખાસ કરીને મેડિકલ કોલેજોમાં વારંવાર રેગિંગની ઘટનાઓ બહાર આવતી રહે છે. યુનિવર્સિટી ગ્રાન્ટ કમીશન સહિત સંબંધિત સંસ્થાઓ દ્વારા રેગિંગ અંગે ગાઇડલાઇન બહાર પાડવામાં આવી હોવાછતાં તેનું પાલન થતું નથી. જેના કારણે હવે સત્તાવાર ઠરાવ પસાર કરવામાં આવ્યો છે. ઠરાવમાં રેગિંગની વ્યાખ્યામાં કઇ કઇ પ્રવૃત્તિઓ આવી શકે, કોને રેગિંગ કહેવામાં આવે તે સહિતની વિસ્તૃત વિગતો પણ જાહેર કરવામાં આવી છે. આ ઠરાવ સરકારી, ડીમ્ડ, ખાનગી યુનિવર્સિટીઓ ઉપરાંત શૈક્ષણિક સંસ્થાઓ, યુનિવર્સિટીના વિભાગો, શૈક્ષણિક રહેણાંક, રમતના મેદાનો, કેન્ટીન કે પરિસર, કેમ્પસની અંદર કે બહાર તમામ જગ્યાઓ લાગુ પડશે. રેગિંગની વ્યાખ્યામાં બોલેલા અથવા લખેલા શબ્દો દ્વારા અથવા કોઇ કૃત્ય દ્વારા, ફ્રેશર અથવા જૂનિયર વિદ્યાર્થીને ચીડવવા, વર્તન અથવા અસભ્યતા સાથે હેન્ડલ કરવા, ઉગ્ર અથવા અનુશાસનહીન પ્રવૃત્તિમાં સામેલ થવું કે જેનાથી ફ્રેશર અથવા જૂનિયર વિદ્યાર્થીઓમાં હેરાનગતિ,મુશ્કેલી અથવા માનસિક નૂકશાન થાય અથવા તેની ડર કે આશંકા પેદા થાય તેવી પ્રવૃત્તિઓનો સમાવેશ થશે. આ પ્રકારની પ્રવૃત્તિઓ રોકવા માટે જુદી જુદી કમિટીઓની રચના કરવા પણ તાકીદ કરવામાં આવી છે. જેમાં ધી એન્ટી રેગિંગ કમિટી, ધી એન્ટી રેગિંગ સ્કવોડ, એન્ટી રેગિંગ મોનિટરિંગ સેલ વગેરેનો સમાવેશ કરવામાં આવ્યો છે. એન્ટી રેગિંગ સ્કવોડના સભ્યોએ નિયમિત રીતે તકેદારી, દેખરેખ અને પેટ્રોલિંગ કરવાનું રહેશે. દરેક સમયે મોબાઇલ, એલર્ટ અને એક્ટીવ રાખવા પડશે અને હોસ્ટેલ અને અન્ય હોટ સ્પોટ પર ઓચિંતા દરોડા પાડવાની સત્તા આપવાની રહેશે. આ સ્કવોડ ઘટનાની તપાસ કરીને એન્ટી રેગિંગ કમિટીને ભલામણ કરશે. મહત્વની વાત એ કે, ઠરાવમાં કરવામાં આવેલી વિસ્તૃત જોગવાઇ કર્યા પછી પણ કોઇ જગ્યાએ રેગિંગની ઘટના બને કે ઘટના બહાર આવે તો સંસ્થાના વડા એટલે કે એચઓડી અથવા તો યુનિવર્સિટીના કુલપતિ સામે પણ પગલાં લેવાની જોગવાઇ કરવામાં આવી છે.

યુનિવર્સિટી ગ્રાન્ટ કમીશન, નેશનલ મેડિકલ કમીશન, ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ઓફ ટેકનિકલ એજ્યુકેશન સહિતની તમામ ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા સમયાંતરે રેગિંગ રોકવા માટે નિયમો જાહેર કરવામાં આવતાં હોય છે. શિક્ષણ વિભાગ દ્વારા નવેસરથી રેગિંગ રોકવા માટે ઠરાવ કરવામાં આવ્યો છે. સૂત્રો કહે છે કે, ઠરાવ કર્યા પછી ખરેખર તેનું પાલન થાય છે કે નહી તેની કોઇ તપાસ થતી નથી. જેના કારણે કાગળ પર તમામ કમિટીઓની રચના કર્યા પછી પણ પરિસ્થિતિ ઠેરના ઠેર રહે છે. દરમિયાન રાજ્યની મેડિકલમાં રેગિંગની ઘટના મુદ્દે થયેલી સુઓમોટોની સુનાવણીમાં હાઇકોર્ટના ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને જસ્ટિસ અનિરૂૂદ્ધ પી. માયીની ખંડપીઠે રાજ્ય સરકારને આદેશ કર્યો છે કે, મેડિકલ અને પ્રોફેશનલ કોલેજોમાં રેગિંગને રોકવા માટે સુપ્રીમ કોર્ટના આદેશો મુજબ ઞૠઈ, અઈંઈઝ અને ખઈઈંના દ્વારા રેગ્યુલેશન્સ(નિયમનો) બહાર પાડવામાં આવ્યા છે. જેની અમલવારી માટે રાજ્ય સરકાર દ્વારા ઠરાવ બહાર પાડવામાં આવ્યો છે. આગામી સુનાવણીએ આ ઠરાવ હાઇકોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવે. આ કેસની વધુ સુનાવણી 8મી એપ્રિલના રોજ મુકરર કરવામાં આવી છે.

Advertisement

આ સમગ્ર મામલે અખબારી અહેવાલની ગંભીર નોંધ લઇ હાઇકોર્ટે સુઓમોટો જાહેરહિતની અરજી દાખલ કરી હતી. આ કેસમાં વડોદરાની એક ખાનગી મેડિકલ કોલેજમાં ત્રણ સિનિયર વિદ્યાર્થી દ્વારા રેગિંગ કરવાનો મામલો સામે આવ્યો હતો. જેમાં ત્રણેય વિદ્યાર્થીને કોલેજના સત્તાધીશોએ જુનિયર વિદ્યાર્થીઓનું રેગિંગ કરવાના કારણે સસ્પેન્ડ કર્યા હતા.

રેગિંગની ઘટનાઓમાં સજાની જોગવાઇઓ
કોઇ વિદ્યાર્થી રેગિંગની ઘટનામાં સંડોવાયેલા હોવાનું સાબિત થાય ત્યારે તેમની સામે કેવા પ્રકારની સજાઓ કરવી તેની પણ ગાઇડલાઇન જાહેર કરવામાં આવી છે. જેમાં વર્ગોમાં હાજરી આપવા પર પ્રતિબંધ મુકવો, શિષ્યવૃત્તિ સહિતના લાભો અટકાવવા, પરીક્ષામાં હાજર રહેવા પર પ્રતિબંધ, પરિણામો રોકવા, કોઇપણ ટુર્નામેન્ટ, યુવક મહોત્સવમાં ભાગ લેતાં અટકાવવા, હોસ્ટેલમાંથી સસ્પેન્સ કરવા, એડમીશન રદ કરવું, સેમેસ્ટર 1થી 4 સુધી માટે રસ્ટીકેશન, સંસ્થામાં પ્રવેશ પર પ્રતિબંધ મુકવા સહિતનો સમાવેશ કરાયો છે.

સંસ્થાઓ સામે કેવા પગલાં લેવાશે
યુનિવર્સિટી કે કોલેજ રેગિંગ અટકાવવામાં નિશ્ફળ જાય તો તેની સામે કોલેજ કે સંસ્થાનું એફિલીએશન,માન્યતાં રદ કરવી, સંસ્થા કે યુનિવર્સિટીને ડિગ્રી-ડિપ્લોમા એનાયત કરવા પર પ્રતિબંધ મુકવો, યુનિવર્સિટીને ફાળવવામાં આવતી ગ્રાન્ટ રોકવી, યુનિવર્સિટી દ્વારા કોલેજને ફાળવવામાં આવતી ગ્રાન્ટ અટકાવવી, યુનિવર્સિટીની સત્તાની અંદર કોઇપણ અન્ય દંડ કરી શકાશે.

Advertisement
Tags :
Advertisement
Advertisement