આર.ટી.ઓ.ના નિયમનો ભંગ કરતા 31થી વધારે સ્કૂલ વાનચાલકો વિરૂધ્ધ કાર્યવાહી
આર ટી ઓ રાજકોટ કચેરીના ઇન્સ્પેક્ટર દ્વારા સ્કૂલ વાહનની ચેકીંગ ડ્રાઈવ યોજવામાં આવેલ હતી જેમાં રાજકોટ શહેરના અલગ અલગ વિસ્તારમા ચેકીંગ હાથ ધરી કુલ 31 વાહનો ઉપર 4,82,000/- દંડની કાર્યવાહી કરેલ હતી. જેમાં પરમિટ વગરના વાહનો, રેડિયમ રીફલેક્ટર વગરના તમામ વાહનો ઉપર કાર્યવાહી કરવામા આવેલ છે.
સ્કુલ વાહનોને લઇને નિયમ બાળને રાજ્યભરમાં આંદોલન અને વિરોધ કરવામાં આવ્યો હતો. સરકાર દ્વારા રજુઆતોને ધ્યાનમાં રાખી અને રાહત આપવામાં આવી હતી છતાં ઘણા સ્કુલવાન ચાલકો નિયમભંગ કરતા રાજકોટ આરટીઓ દ્વારા આજે ખાસ ડ્રાઇવ યોજવામાં આવી હતી અને નિયમ ભંગ કરતા સ્કુલવાન ચાલકો સામે ધોકો પછાડવામાં આવ્યો હતો.
રાજકોટ આરટીઓની ચેકીંગ સ્કવોર્ડ દ્વારા શહેરના યુનિવર્સિટી રોડ, કાલાવડ રોડ, ગ્રીનલેન્ડ ચોકડી, કોટેચા ચોક, રૈયા ચોકડી, યાજ્ઞિક રોડ, સંત કબીર રોડ, સાધુ વાસવાણી રોડ, નાના મવા મેઇન રોડ, મવડી ચોકડી, બાલાજી હોલ સહીતના વિસ્તારોમાં ચેકીંગ ડ્રાઇવ કરવામાં આવી હતી. જેમાં આરટીઓ અને ટ્રાફિક નિયમના ભંગ કરતા સ્કુલવાન ચાલકોને ચાર લાખથી વધુનો દંડ ફટકારવામાં આવ્યો હતો.