બ્લેક ફિલ્મ લગાવી રોફ જમાવતા 249 વાહનચાલકો સામે કાર્યવાહી
ટ્રાફિક પોલીસ દ્વારા શહેરભરમાં સ્પેશિયલ ડ્રાઈવ, હવે રોંગ સાઇડવાળાનો વારો
રાજકોટ શહેરમાં ફોર વ્હીલ વાહનોમાં બ્લેક ફિલ્મ લગાવી રોફ જમાવતા તત્વો સામે ટ્રાફિક પોલીસે ખાસ ડ્રાઈવ યોજી આમ 249 વાહનો માંથી બ્લેક ફિલ્મ દુર કરી આવા વાહન ચાલકો પાસથી રૂૂ. 1,24,500નો દંડ વસુલ કરવામાં આવ્યો હતો.
શહેરમાં ટ્રાફિક પોલીસ દ્વારા છેલ્લા ઘણા સમયથી નિયમનો ભંગ કરનાર સામે સ્પેશીયલ ડ્રાઇવ યોજવામાં આવે છે. જેના કારણે ટ્રાફિકના નિયમોનો ભંગ કરનારાઓમાં પણ ઘટાડો જોવા મળ્યો. હાલ ટ્રાફિક પોલીસ ફેન્સી નંબર પ્લેટ કે અન્ય ટ્રાફિકના નિયમોનો ભંગ કરનારાઓ પર દંડનીય કાર્યવાહી કાર્ય બાદ બ્લેક ફિલ્મ લગાવી રોફ જમાવતા તત્વો સામે કાર્યવાહી કરી હતી. પોલીસ કમિશ્નર બ્રિજેશ કુમાર ઝા, અધિક પોલીસ કમિશ્નર મહેન્દ્ર બગડીયા, ડીસીપી ટ્રાફિક પુજા યાદવની સુચના અને એસીપી જે.બી.ગઢવીના માર્ગદર્શન હેઠળ શહેરમાં બ્લેકફિલ્મ રાખનાર વાહન ચાલકો વિરૂૂધ્ધ ખાસ ડ્રાઇવનુ આયોજન કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.જેમાં રાજકોટ શહેર વિસ્તારમાં અલગ અલગ પોઇન્ટપર ખાસ બ્લેકફિલ્મ અંગે ખાસ ડ્રાઇવનુ આયોજન કરવામાં આવેલ જેમાં રાજકોટ શહેર ટ્રાફિક શાખા દ્વારા ઉત્તર વિભાગ દ્વારા કુલ 29 કેસો કરી કુલ રૂૂ. 14,500 દંડ વસુલ કર્યો હતો તેમજ પુર્વ વિભાગ દ્વારા કુલ 94 કેસો કરી કુલ રૂૂ. 47,000 દંડ તથા દક્ષિણ વિભાગ દ્વારા કુલ 68 કેસો કરી રૂૂ. 34,000નો દંડ તથા પશ્ચિમ વિભાગ દ્વારા કુલ 58 કેસો કરી રૂૂ. 29,000 દંડ કરવામાં આવેલ આમ કુલ 249 કેસો કરી કુલ રૂૂ. 1,24,500 દંડ વસુલ કરવામાં આવ્યો હતો.
શહેરમાં ટ્રાફિકના નિયમનું પાલન કરાવવા ટ્રાફિક પોલીસ કડક કાર્યવાહી કરી રહી છે. હેલ્મેટ,ફેન્સી અને નંબર પ્લેટ વિનાના વાહન ચાલકો તેમજ બ્લેક ફિલ્મ સામે ખાસ ડ્રાઈવ બાદ હવે ટુક સમયમાં રોંગસાઇડ વાહન ચલાવવાના ઝપટે ચડવાના છે. રોંગસાઇડ વાહન ચલાવવાના કારણે વાહન અકસ્માતના ગંભીર બનાવો અવાર નવાર સર્જાય છે. આ અકસ્માતોમાં મૃત્યુંદર અને ગંભીર ઇજાઓના બનાવો પણ બને છે. જેથી શહેરમાં રોડ અકસ્માતોના બનાવો ઘટે અને તેમજ ટ્રાફિકના નિયમોનું યોગ્ય રીત પાલન થાય તે માટે ટ્રાફિક પોલીસ દ્વારા આવનાર શહેરમાં દિવસોમાં ખાસ ડ્રાઇવ યોજાશે જેમાં રોંગ સાઇડમાં વાહન ચલાવનાર વાહન ચાલકો સામે કાર્યવાહી કરવામાં આવશે.