ચાની હોટલે રાત્રિના અડિંગો જમાવનાર સામે કાર્યવાહી: માલિક અને ગ્રાહકો સામે ગુનો નોંધાયો
- ટ્રાફિકમાં અડચણ રૂપ વાહન રાખવા અંગે ત્રણ સંચાલક સહિત 14 સામે કાર્યવાહી
શહેરમાં રાત્રીના સુધી ચા- પાનની દુકાનો ખુલ્લી રાખનાર સંચાલક અને અહીં અડીંગો જમાવી બેસનાર ગ્રાહકો સામે શહેર પોલીસ તવાઈ હાથ ધરી છે. શહેરના કુલછાબ ચોકમાં રાત્રિના મોડે સુધી ચાની દુકાન ખોલી રાખનાર સંચાલક સામે તેમજ અહીં આવેલા પાંચ ગ્રાહકો સામે પ્ર.નગર પોલીસે ગુના નોંધ્યા છે. જ્યારે માલવીયાનગર પોલીસે કાલાવડ રોડ પર સ્વામિનારાયણ મંદિર સામે નકળંગ હોટલ,ડીલકસ પાનના સંચાલક અને અહીં આવેલા ગ્રાહકો સામે ટ્રાફિકમાં અડચણરૂૂપ વાહનો રાખવા અંગે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
જાણવા મળતી વિગતો મુજબ, પ્રદ્યુમનનગર પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો દરમિયાન રાત્રિના એકાદ વાગ્યા આસપાસ ફૂલછાબ ચોક પાસે આવેલી ખોડીયાર ટી સ્ટોલ એન્ડ પાન નામની દુકાન ખુલ્લી હોય અને અહીં બહાર ખુલી જગ્યામાં ચા બનાવવાનો ચૂલો રાખ્યો હોય જે ટ્રાફિકને અડચણરૂૂપ હોય તેમ જ અહીં ગ્રાહકો બેઠા હોય પોલીસે હોટલના સંચાલક રઘુ દાનાભાઈ ભુવા અને અહીં હાજર ગ્રાહકો અહેમદ યાસીન ખાન પઠાણ, વિક્રમ રણજીતભાઈ મકવાણા,ઈમ્તિયાઝ અનવરભાઈ પીપરવાડિયા સહિત છ સામે દુકાન પાસે વાહનો પાર્ક કરી જાહેર રોડ ઉપર આવતા જતા માણસોને વાહનમાં અડચણરૂૂપ થાય તે શબક ગુનો નોંધ્યો હતો.
જ્યારે માલવીયાનગર પોલીસ મથકના સ્ટાફે યાજ્ઞિક રોડ પર નકળંગ ટી સ્ટોલ પાસે હોટલની બહાર બાંકડા તથા ટેબલ ખુરશીમાં રાહદારી તથા વાહનોને અડચણરૂૂપ થાય તે રીતે ગ્રાહકોની બેસવાની વ્યવસ્થા રાખી હોય અને અકસ્માત સર્જાય તે રીતે વાહનો પાર્ક કર્યા હોય હોટલના સંચાલક સુરેશ સવાભાઈ શિરોડીયા અને અહીં બેઠેલા ગ્રાહક હિતેન ગૌતમભાઈ ભડનજી, સરફરાજ રૂૂસ્તમ પઠાણ, જય વિજયભાઈ વ્યાસ સામે પોલીસે ગુનો નોંધ્યો હતો.
તેમજ બાજુમાં આવેલી ડીલક્ષ પાનમાં પણ દુકાનની બહાર સોડાનું ફ્રીજ તથા રાહદારી તથા વાહનોને અડચણરૂૂપ થાય તે રીતે રાખ્યું હોય અને ગ્રાહકો પણ પોતાના વાહન અહીં અડચણ થાય તે રીતે પાર્ક કર્યા હોય સંચાલક રાજેશ જેઠાભાઇ કરંગીયા અને ગ્રાહક દર્શન ધીરજલાલ સખીયા, નાગજી પુનાભાઈ પરમાર, પ્રશાંત અશોકભાઈ પઢિયાર સામે ગુનો નોંધી જરૂૂરી કાર્યવાહી કરી હતી.