For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મરી જવા માટે મજબૂર કરવાના કેસમાં આરોપીનો નિર્દોષ છુટકારો

12:15 PM Sep 16, 2024 IST | admin
મરી જવા માટે મજબૂર કરવાના કેસમાં આરોપીનો નિર્દોષ છુટકારો

ફરિયાદ પક્ષ કેસ સાબિત કરવામાં નિષ્ફળ જતાં કોર્ટે ફેંસલો આપ્યો

Advertisement

આ કેસની હકીકત એવી છે કે, આ કામના આરોપી બટુકસિંહ ગોવુભા જાડેજા તથા ફરીયાદીના પતિ (મરણજનાર) બન્ને વચ્ચે વાહન વ્યવહાર લે-વેંચ નો ધંધો કરતા હતા તે ભાગીદારીના ધંધા પેટે ના રૂૂપીયા 10,37,550/- આ કામના આરોપી બટુકસિંહ પાસેથી લેવાના હોય જેને બે વર્ષ જેવો સમય થવા છતા અવાર-નવાર ઉધરાણી કરવા છતાં આરોપી બટુકસિંહ એ રૂૂપીયા આપેલ નહીં અને સામે ધાક-ધમકી આપી હેરાન પરેશાન કરી માનસિક ત્રાસ આપેલ જે ત્રાસ ના કારણે ફરીયાદીના પતી ને મરી જવા માટે મજબુર કરતા મરણજનાર તેના મકાને જાતેથી ઝેરી દવા પી આપધાત કરી લીધેલ તે મતલબની ફરીયાદ આપતા આરોપી સામ જામનગર સીટી સી ડીવી પો.સ્ટે. ફર્સ્ટ ગુ.ર.નં.156/2016 થી આઈ.પી.સી કલમ-306 મુજબનો ગુનો દાખલ થયેલ.

આરોપી ધરપકડ કરી ત્યારબાદ તપાસના અંતે આરોપી વિરૂૂધ્ધ રજુ કરવામાં આવેલ જે કેસ જામનગરની સેસન્સ કોર્ટમાં ચાલેલ અને સરકાર તરફે પોતાના કેશ સાબિત કરવા ફરીયાદી સહીત સાહેદો, મૈખિક પુરાવો અને દસ્તાવેજી પુરાવો રજુ કરેલ અને ફરીયાદ પક્ષે પોતાનો કેશ સાબિત કરેલ છે તેવી રજુઆત કરેલ જયારે આરોપીના વકીલ અશોક એચ. જોશી પુરાવાના અંતે એવી દલીલ કરેલ કે ફરીયાદી નો પુરાવો માની શકાય તેમ નથી તે જ રીતે ફરીયાદીની જુબાની ફરીયાદ પક્ષના અન્ય સાહેદોનું સમર્થન મળતુ નથી વિગેરે દલીલ કરેલ અને ફરીયાદ પક્ષ પોતના કેસ સાબિત કરવામાં નિષ્ફળ ગયેલ હોય આરોપીને નિદોષ ઠરાવી છોડી મુકવા અરજ છે તેવી દલીલ કરેલ.

Advertisement

ઉભય પક્ષનો દલીલો સાંભળી જામનગરના મહે.પ્રિન્સીપલ ડિસ્ટ્રીકટ એન્ડ સેસન્સ જજ સાહેબ દ્વારા પ્રોસીકયુશન કેસ નિશંક પણે સાબિત કરી શકેલ નથી. તેમ ઠેરવી આરોપીને નિર્દોષ ઠેરવી છોડી મુકેલ છે. આરોપી તરફે અશોક એચ. જોષી રોકાયેલ હતા.

Advertisement
Tags :
Advertisement
Advertisement