રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

વીંછિયામાં આર્થિક ભીંસથી કંટાળી યુવાનનો એસિડ પી આપઘાત

11:57 AM Oct 16, 2024 IST | admin
Advertisement

પડધરીમાં કામધંધો નહીં મળતા યુવાને ફિનાઇલ પી લીધુ

Advertisement

વિછીયામાં આવેલા શિવાજીપરા વિસ્તારમાં રહેતા યુવાને આર્થિક ભીંસથી કંટાળી એસીડ પી લીધું હતું. યુવકનું સારવારમાં મોત નીપજતા પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી હતી.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ વિછીયામાં આવેલા શિવાજીપરા વિસ્તારમાં રહેતા મુકેશ મનુભાઈ પાટડીયા નામનો 35 વર્ષનો યુવાન પોતાના ઘરે હતો ત્યારે રાત્રીના અગિયારેક વાગ્યાના અરસામાં આર્થિક ભીંસથી કંટાળી એસિડ પી લીધું હતું. યુવાનને બેભાન હાલતમાં તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો જ્યાં તેનું મોત નિપજતા પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી હતી. પ્રાથમિક પૂછપરછમાં મુકેશ પાટડીયા ત્રણ ભાઈ બે બહેનમાં મોટો અને અપરણિત હતો મુકેશ પાટડીયા ભંગાર વીણી પરિવારનું ગુજરાન ચલાવતો હતો.

પરંતુ આર્થિક ભીંસથી કંટાળી આત્મઘાતી પગલું ભર્યું હોવાનું જાણવા મળ્યું છે. આ ઉપરાંત અન્ય બીજા બનાવમાં પડધરીમાં પ્રગટેશ્વર મહાદેવ મંદિર પાસે આવેલા વાલ્મીકીવાસમાં રહેતા પારસ અશોકભાઈ પરમાર નામનો 23 વર્ષનો યુવાન સાંજના સાડા ચારેક વાગ્યાના અરસામાં પોતાના ઘરે હતો. ત્યારે કામ ધંધો નહીં મળતા ફીનાઇલ પી લીધું હતું. યુવકને ઝેરી અસર થતા તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. ઉપરોક્ત બંને બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Tags :
deathgujaratgujarat newsvichiyanews
Advertisement
Next Article
Advertisement