25 થી વધુ ગુનાઓ ધરાવતો આરોપી હત્યાની તૈયારીમાં હતો ને પકડાયો
આરોપી સામે હત્યા, હત્યાનો પ્રયાસ, ખંડણી, લૂંટ, અપહરણ, મારામારી, મિલકત નુકસાન સહિતના ગંભીર ગુના
જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચે ગુજરાત ક્ધટ્રોલ ઓફ ટેરરિઝમ એન્ડ ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ (ગુજસીટોક) હેઠળ નોંધાયેલા કેસનો મુખ્ય આરોપી સલમાન ઉર્ફે સલીમ ઉર્ફે સલીયો તૈયબ વિશળને દેશી પિસ્તોલ સાથે ઝડપી પાડ્યો છે.આ કેસમાં ગત 18 ડિસેમ્બર, 2024ના રોજ જૂનાગઢના 9 શખ્સો વિરુદ્ધ ગુજસીટોક હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. સલમાન વિશળ અને હસન ઉર્ફે ટીપુડો હાસમભાઈ લીંગરીયા વચ્ચે જૂની અદાવત ચાલતી હતી. આ અદાવતના કારણે સલમાન હથિયાર સાથે ફરતો હતો અને હત્યા કરવાની યોજના બનાવી રહ્યો હતો. પરંતુ તે પહેલાં જ પોલીસે તેને ઝડપી પાડ્યો હતો. પોલીસ રેકોર્ડ મુજબ સલમાન વિરુદ્ધ 25થી વધુ ગુનાઓ નોંધાયેલા છે.હાલ ક્રાઇમ બ્રાન્ચે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ શરૂૂ કરી છે. આ કેસમાં વધુ ખુલાસા થવાની શક્યતા છે.
રાજકોટ ગ્રામ્ય તેમજ જિલ્લામાં છેલ્લા 10 વર્ષમાં ગંભીર ગુનાઓને અંજામ આપતી ગેંગના 9 સભ્યો વિરુદ્ધ ગુજસી ટોકનો ગુનો દાખલ કર્યો હતો. આ ગેંગના પાંચ આરોપીને પોલીસે ઝડપી પાડ્યા હતા.જ્યારે બે આરોપીઓ પહેલાથી જ જેલમાં છે. જોકે, બે આરોપીઓ પોલીસ પકડથી દૂર હતા. જેને ઝડપી પાડવા પોલીસે તપાસ હાથ ધરી હતી.ગંભીર ગુનાઓને અંજામ આપતી ગેંગના 9 સભ્યો વિરુદ્ધ ગુજસીટોકનો ગુનો દાખલ કર્યો હતો. જેમાં સલમાન ઉર્ફે સલીયો ઉર્ફે સલીમ તૈયબભાઇ વિશળ રહે.રામદેવપરા જુનાગઢ, નાઝીમ હબીબભાઇ સોઢા રહે. સાંગોદ્રા, તા.તાલાળા જી.ગીર સોમનાથ, સલમાન ઉર્ફે નીજામ ઉર્ફે ભુરો દીનમહમદ બ્લોચ રહે. દોલતપરા નેમીનાથ નગર જુનાગઢ, અજીત ઉર્ફે મંત્રી આમદ નારેજા રહે. રામદેવપરા જુનાગઢ,આમદ હુસેનભાઇ નારેજા રહે. રામદેવપરા, જુનાગઢ, અમીન ઉર્ફે છોટે મંત્રી આમદભાઇ નારેજ રહે. રામદેવપરા જુનાગઢ, અસ્લમ ઉર્ફે છમીયો ઓસમાણ સીડા રહે. રામદેવપરા જુનાગઢ, જુસબ ઉફ્રે કારીયો તૈયબ વિશળ રહે. દોલતપરા જુનાગઢ, સાજીદ ઉર્ફે બાડો તૈયબભાઇ વિશળ રહે. દોલતપરા જુનાગઢના તમામ વિરુદ્ધ જુનાગઢ પોલીસે ગુજસીટોકનો ગુનો દાખલ કર્યો હતો. આ ગેંગે છેલ્લા દસ વર્ષમાં જૂનાગઢ, ગીર-સોમનાથ તથા રાજકોટ ગ્રામ્ય જિલ્લા વિસ્તારમાં ગંભીર પ્રકારના ગુનાઓ જેમાં ખુન,ખુનની કોશીષ, ખંડણી, લૂંટ, અપહરણ, હથિયાર ધારા, ગંભીર ઈજા, ખાનગી મિલ્કતને નુકસાન, મારા-મારી,મારા-મારી, જાનથી મારી નાંખવાની ધમકી, પ્રોહીબીશન, જુગારધારા જેવા ગુનાઓ આચરી ભયનું વાતાવરણ ઉભું કરી ગુનાઓ આચરતી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું હતું.
ગુજસીટોક ગેંગના પાંચ સભ્યોને પોલીસે ઝડપી પાડ્યા હતા. જેમાં સલીમ ઉર્ફે નિઝામ ઉર્ફે ભૂરો, અજીત ઉર્ફે મંત્રી, આમદ હુસેન નારેજા, જુસબ ઉર્ફે કારીયો, સાજીદ ઉર્ફે બોળો નામના પાંચ આરોપીઓને પોલીસે પકડી ગુજસીટોકનો ગુનો દાખલ કર્યો હતો. તેમજ ગુજસી ટોકના ગુનામાં આ ગેંગના બે આરોપી નાઝીબ હબીબ સોઢા, અમીન ઉર્ફે છોટે અગાઉના ગુનામાં બંને જેલ હવાલે હતા. ત્યારે સલમાન ઉર્ફે સલીયો અને અસલમ ઉર્ફે છમીયો પોલીસ પકડથી દૂર હતા. આ બંને આરોપીઓને પકડવા પોલીસે અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરી હતી. ત્યારે આજે જુનાગઢ ક્રાઈમ બ્રાન્ચે સલમાન ઉર્ફે સલિયા વિશળને હથિયાર સાથે ઝડપી પાડ્યો છે.