ધોરાજી પાસે 15 વર્ષની બાળકી ઉપર દુષ્કર્મનો આરોપી ઉત્તરપ્રદેશ ભાગી જાય તે પૂર્વે ઝડપાયો
દુષ્કર્મના આરોપીને પકડવા પાટણવાવ પોલીસની ત્રણ ટીમ કામે લાગી હતી
પાટણવાવમાં 15 વર્ષની બાળકી ઉપર દુષ્કર્મ ગુજારનાર પરપ્રાંતીય શખ્સ ગુજરાત મૂકી ભાગી જાય તે પૂર્વે પોલીસે ઝડપી લીધો હતો.
મળતી વિગતો મુજબ પાટણવાવ નજીક એક ગામ માં રહેતી સગીર વયની દીકરી ઉંમર 15 વર્ષની સગીર બાળકી સાથે દુષ્કર્મનો બનાવ બન્યો હતો સગીરા સાથે બળજબરીથી અવાર-નવાર શારીરીક સંબંધ બાંધી બળાત્કાર કરી ગર્ભવતી બનાવતા પોલીસ ફરિયાદ નોંધાઈ હતી.
જેમાં મૂળ ઉતરપ્રદેશના કોશંબી જીલ્લાના માંજનપુર થાનાના ભેલખા વતની અને હાલ ધોરાજી રાજેશ પોલી પ્લાસ્ટ નામના કારખાનામાં રહેતા શિવ બાબુ સલરામ (ઉ.વ.23)નું નામ આપવામાં આવ્યું હતું. બનાવ સંવેદનશીલ હોય જેથી પી.આઈ એમ.જી. ચોહાણ સહિતના સ્ટાફે તપાસ કરી આરોપી ઉતર પ્રદેશ રાજયનો હોય અને ગુન્હો જાહેર થયા બાદ નાસી જવાની પુરી તૈયારી હોય તે પૂર્વે જ તેને પકડી પાડી જેલ હવાલે કરવામાં આવેલ હતો.
રાજકોટ રેન્જ આઈજી અશોકકુમાર યાદવ,જીલ્લા પોલીસ અધિક્ષક હિમકર સિંહની સુચના અનુસંધાને ધોરાજી વિભાગ ધોરાજીના મદદનીશ પોલીસ અધિક્ષક સિમરન ભારદ્વાજના માર્ગદર્શન હેઠળ પી.આઈ એમ.જી.ચોહાણ, એ.એસ.આઇ. પ્રદીપદાન વિનુદાનભાઇ, પો.હેડ કોન્સ. કિશનભાઇ મથુરભાઇ, ગીરીશભાઇ ચંદુભાઇ, કીર્તિરાજસિંહ ધીરૂૂભા, રાજદિપભાઇ કાનજીભાઇ, સંજયભાઇ ભીખાભાઇ જયદીપસિંહ છોટુભા પો.કોન્સ. હિતેશભાઇ ગોવિંદભાઇ, અક્ષયભાઇ નુભાઇ, ભરતભાઇ બીજલભાઇ મહીપતસિંહ ગોહીલ તથા મહિલા પો.કોન્સ. શરીફાબેન સેતા તથા હેતલબેન કાળીદાસભાઈએ કામગીરી કરી હતી.