રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

પેપર લિકના આરોપી રામ ગઢવીનો ભારતી આશ્રમ પર કબજો

03:55 PM Sep 06, 2024 IST | admin
Advertisement

સરખેજ આશ્રમના વિવાદમાં ઋષિ ભારતી બાપુનો ચોંકાવનારો આરોપ

Advertisement

વિવાદિત કિર્તિ પટેલની આશ્રમમાં એન્ટ્રી પણ પ્લાનનો જ એક ભાગ

અમદાવાદનાં સરખેજ વિસ્તારમાં આવેલા ભારતી આશ્રમનાં વિવાદમાં વધુ એક નવો વળાંક આવ્યો છે. ઋષિ ભારતી બાપુ દ્વારા આશ્રમમાં મેનેજર તરીકે આવેલા રામ ગઢવી વિરુદ્ધ ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા છે. ઋષિ ભારતી બાપુએ મેનેજર રામ ગઢવી સામે પોલીસ સ્ટેશનમાં અનેક ફરિયાદ નોંધાઈ હોવાનો અને વર્ષ 2019 માં બિનસચિવાયલનાં પેપર લીકમાં તે સંળોવાયેલ હોવાનો ગંભીર આરોપ કર્યો છે. બીજી તરફ ઋષિભારતી બાપુનાં આક્ષેપ બાદ હરિહરાનંદ ભારતી બાપુએ મૌન સેવ્યું છે.

સોશિયલ મીડિયા ઇન્ફ્લ્યુએન્સર કીર્તિ પટેલનાં વીડિયો બાદ ભારતી આશ્રમનો વિવિધ ચરમસીમાએ પહોંચ્યો છે. કીર્તિ પટેલે આશ્રમમાં જઈ વીડિયો બનાવી ઋષિભારતી બાપુ અને વિશ્વેશ્વરી ભારતી માતાજી સામે ગંભીર આક્ષેપ કર્યા હતા. ત્યારબાદ ઋષિભારતી બાપુ અને વિશ્વેશ્વરી ભારતી માતાજીએ મીડિયાનાં માધ્યમથી તમામ આરોપોને ફગાવ્યા હતા. હવે, આ વિવાદમાં નવો વળાંક આવ્યો છે. ઋષિભારતી બાપુએ આશ્રમનાં નવનિયુક્ત મેનેજર રામ ગઢવી વિરુદ્ધ ગંભીર આક્ષેપ કર્યા છે. તેમણે કહ્યું કે, રામ ગઢવી સામે પોલીસ સ્ટેશનમાં અનેક ફરિયાદ નોંધાઈ છે.

ઋષિ ભરતી બાપુએ આક્ષેપ કર્યા કે, માથા ભારે રામ ગઢવીએ આશ્રમમાં હક જમાવ્યો છે. બાઉન્સરો અને લુખ્ખા તત્વો સાથે સરખેજ ભારતીબાપુ આશ્રમમાં કબજો મેળવવા પહોંચ્યો હતો. કેટલાક સમર્થકોએ પણ આવા આરોપ લગાવ્યા છે. ઉપરાંત, વર્ષ 2019 ની બિનસચિવાલયનાં પેપર લીક મામલે આરોપી પૈકી રામ ગઢવી એક હોવાનો ગંભીર આરોપ ઋષિભારતી બાપુએ કર્યો હતો. તેમણે કહ્યું કે, કીર્તિ પટેલને વીડિયો વાઇરલ કરવા માટેનો પણ આશ્રમમાં રહેલા કેટલાક લોકોનો પ્લાન હતો. જો કે, હરિહરાનંદ ભારતી બાપુએ આ મામલે મૌન સાધ્યું છે અને પૂછાયેલા સવાલોનો જવાબ આપવાનું બાપુએ ટાળ્યું હતું. ભારતી આશ્રમમાંથી વાઇરલ થયેલા વીડિયો અંગે પણ તેમણે કોઈ પ્રતિક્રિયા હાલ આપી નથી.

Tags :
ahemdabadahemdabadnewsbhartiashramgujaratgujarat newskirtipatelramgadhvi
Advertisement
Next Article
Advertisement