For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

શેરબજારમાં રોકાણના બહાને ફ્રોડ આચરતી ગેંગનો આરોપી ઝડપાયો

12:04 PM Sep 10, 2024 IST | Bhumika
શેરબજારમાં રોકાણના બહાને ફ્રોડ આચરતી ગેંગનો આરોપી ઝડપાયો
Advertisement

જામનગર ની સાયબર કાઇમ પોલીસ સ્ટેશનની વિશેષ ટીમ દ્વારા સાયબર ક્રાઈમના બનાવો અટકાવવા અને સાયબર ક્રાઈમ કરતા ઇસમોને પકડી પાડવા સતત વોચ રખાઈ હતી.

જે દરમિયાન જામનગર જિલ્લામાં ખાનગી નોકરી કરતા એક વ્યક્તિને આરોપીઓએ વોટ્સએપ આઈ.ડી. પર મેસેજ કરી શેરખાન મેક્સ ટ્રેડીંગ કંપનીના શેર માર્કેટમાં રોકાણ કરવા અને માર્કેટ ભાવ કરતા ઓછા ભાવે શેર અપાવવા તેમજ આઈ.પી.ઓ. પણ માર્કેટ કરતા ઓછા દરે પ્રોવાઈડ કરાવી આપવાની લાલચ આપી આરોપીઓએ મેક્સ ટ્રેડીંગ કંપનીની બનાવટી એપ ફરીયાદીના મોબાઈલમાં ઈન્સ્ટોલ કરાવડાવી ફરીયાદીનો વિશ્વાસ કેળવી લીધો હતો.

Advertisement

ત્યારબાદ ફરીયાદી પાસેથી અલગ-અલગ બેંક એકાઉન્ટમાં ટ્રાન્ઝેક્શનથી રૂૂપીયા 60,36,000 ટ્રાન્સફર કરાવડાવી બનાવટી એપમાં ખોટો પ્રોફીટ બતાવી જે બાદ ફરીયાદીએ પોતાના રોકાણ કરેલ રૂૂપીયા વિડ્રો કરતા બનાવટી એપ માંથી રૂૂપીયા વિડ્રો થયેલ ન હોય આમ આરોપીઓએ ફરીયાદી પાસેથી ઠગાઈથી રૂૂપીયા પડાવી લીધા હતા.

જેથી આરોપીઓની સઘન તપાસ થવા સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન દ્વારા ચક્રો ગતીમાન કર્યા હતા.
જે બાબતે આરોપીને પકડી પાડવા નાયબ પોલીસ અધિક્ષક જયવીરસિંહ ઝાલા ના માર્ગદર્શન મુજબ સાયબર ક્રાઇમનાં પો.ઇન્સ આઈ.એ.ધાસુરા ની સુચના મુજબ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનની ટીમ સતત તપાસમાં રહી હતી. દરમ્યાન ગુન્હા બાબતે ટેક્નિકલ એનાલિસીસ કરી હ્યુમન સોર્સિસ દ્વારા માહીતી એકત્રીત કરતાં જણાઇ આવેલું કે ગુન્હામાં સંડોવાયેલા આરોપી રાજકોટ ખાતે છે.

જેથી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનની ટીમ ના પો.હેડ કોન્ટેબલ પ્રણવભાઇ કે. વસરા, ભગીરથસિંહ એ.જાડેજા વગેરે દ્વારા રાજકોટ ખાતેથી આરોપી અમીત કિશોરભાઈ ખખ્ખર (ઉવ.-42)ને પકડી પાડી અટક કરી લીધો હતો, તથા પુછપરછ કરતા ગુન્હામાં સંડોવાયેલા અન્ય આરોપીઓને પકડી પાડવાની કાર્યવાહી ચાલુ રખાઈ છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement