જામનગરમાંથી 17.11 લાખની છેતરપિંડીનો આરોપી ઝડપાયો
બોગસ દસ્તાવેજોના ગુનામાં 10 માસથી હતો વોન્ટેડ
જામનગર જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલૂ અને નાયબ પોલીસ અધિક્ષક જયવિરસિંહ એન. ઝાલાની સૂચના મુજબ, નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવાની ઝુંબેશ ચલાવવામાં આવી હતી. આ ઝુંબેશ અંતર્ગત, જામનગર સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમે રૂૂ. 17,11,000/- ની છેતરપિંડીના ગુનામાં છેલ્લા દસ માસથી વોન્ટેડ આરોપી રમેશ ચનાભાઈ કરમુરને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે.
આરોપી રમેશ કરમુરે મોટી વાવડીની જમીનના મૂળ માલિકની જાણ બહાર બનાવ્યા હતા બોગસ દસ્તાવેજો: કલમ 316, 318, 319, 338 હેઠળ ગુનો નોંધાયો હતો આ દરમિયાન, સ્ટાફના પોલીસ હેડ કોન્સ્ટેબલ પ્રદિપસિંહ ટેમુભા જાડેજા અને પોલીસ કોન્સ્ટેબલ કિશોરભાઈ ભુટાભાઈ ગાગીયાને હ્યુમન રિસોર્સથી ચોક્કસ માહિતી મળી હતી. જેના આધારે, સર્વેલન્સ સ્ટાફની અલગ અલગ ટીમો બનાવીને આરોપીની શોધખોળ કરવામાં આવી હતી. આખરે, વોન્ટેડ આરોપી રમેશભાઈ ચનાભાઈ કરમુર, જાતે આહીર, ઉંમર 42, રહે. પ્રમુખપાર્ક, શિવમ પાર્ટી પ્લોટની બાજુમાં, કરશનભાઈ ગાગીયાના મકાનમાં ભાડેથી, જામનગર વાળો, હાલ જામનગર ખાતેથી મળી આવ્યો હતો.
પોલીસ ઇન્સપેક્ટર એન.એ. ચાવડાએ ગુનાના કામે મજકુર આરોપીની અટકાયત કરી છે અને આગળની તપાસ તજવીજ ચાલુ છે. આ કામગીરી પોલીસ ઇન્સપેક્ટર એન.એ. ચાવડા, પોલીસ હેડ કોન્સ્ટેબલ પ્રદિપસિંહ ટી. જાડેજા, વિજયભાઈ બી. કાનાણી, પોલીસ કોન્સ્ટેબલ કિશોરભાઈ ભુટાભાઈ ગાગીયા અને રૂૂષિરાજસિંહ એલ. જાડેજા દ્વારા કરવામાં આવેલ છે.