For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

અમરેલી લેટર કાંડના આરોપીઓ DIG સમક્ષ પહોંચ્યા

05:21 PM Feb 01, 2025 IST | Bhumika
અમરેલી લેટર કાંડના આરોપીઓ dig સમક્ષ પહોંચ્યા

નિર્લિપ્ત રાય સમક્ષ જેલમાં આપેલા નિવેદનો ફેરવ્યા, સરકારમાં પણ કરી રજુઆત

Advertisement

અમરેલીના ભારે ચકચારી બનેલા ભાજપના લેટરકાંડ અને નિર્દોષ યુવતિનુ સરઘસ કાઢવાના કાંડમા નવા - નવા વળાંક આવી રહયા છે. આ કહેવાતા નકલી લેટરકાંડમા તાજેતરમા જેલમાંથી છૂટેલા ભાજપના મનિષ વેકરીયા સહિતના ત્રણેય નેતાઓ ગઇકાલે તપાસનીશ અધિકારી ડી.આઇ.જી. નિર્લિપ્ત રાય સમક્ષ પહોંચ્યા હતા અને પોતાના નિવેદનો નોંધાવ્યા હતા.

Advertisement

નિર્લિપ્ત રાયે જેલમા જઇને આ ત્રણેય આરોપીના નિવેદન લીધા હતા તે બાદ ગઇકાલે ત્રણેયે અમૂક નિવેદનો ફેરવ્યા હતા. જામીન ઉપર છૂટેલા ત્રણેય આરોપીઓએ સરકારમા પણ પોતાનો પક્ષ પણ રાખ્યો હતો અને ખોટી રીતે ફિટ કરી દેવાયાની રજુઆત કરી હોવાનુ જાણવા મળે છે.

પત્રકાંડના કથિત આરોપી મનીષ વઘાસીયા, અશોક માંગરોળીયા અને જીતુ ખાત્રા ગાંધીનગર DIG ઓફિસ પહોંચ્યા હતા. તેમણે કહ્યું કે, નિર્લિપ્ત રાયે અમારા નિવેદન જેલમાં લીધા ત્યારે યોગ્ય મદદ કરી શક્યા ન હતા. જામીન મળ્યા બાદ અમે લોકોને ઓળખી તે અંગે જાણ કરવા માટે આજે આવ્યા હતા. મીડિયાના વિડિયો જોઈને અમે અધિકારી અને રાજકીય લોકોને ઓળખ્યા હતા. આ તમામ લોકોની ઓળખ પરેડ થાય તે રજૂઆત કરવા આવ્યા છીએ. નિર્લિપ્ત રાય અને ઉૠઙને લેખિત રજૂઆત કરી છે. અમારી ઓળખ પરેડ કરાવાઈ તેમ આ તમામ લોકોની પણ ઓળખ પરેડ કરવામાં આવે. મને ઘરેથી લઇ જવા માટે સિધરાજસિંહ ગોહિલની જગ્યાએ અમે કિશોરભાઈનું નામ લીધું હતું. અમે બરાબર ઓળખી શક્યા ન હતા માટે આ નામ બદલાવવું જરૂૂરી છે.

લેટરકાંડ માં મનિષ વઘાસિયાએ ખુલાસા કરતા કહ્યું કે, સરઘસ વખતે કિશોર કાનપરીયા, ખીજડીયા રાદડીયાના સરપંચ જાદવ ગળિયા, મોડપરના સરપંચ પ્રકાશ ભેડા, લાલાવદરના ઉપસરપંચ ચેતનભાઈ ધાનાણી અને પૂર્વ પ્રમુખ પતિ દિલીપભાઈ સાવલિયા સહીત કૌશિક વેકરિયાના નજીકના સંદીપ માંગરોળીયા, પ્રવિણ ચાવડા અને કૌશિકભાઈની હાજરી ત્યાં સાબિત કરતા નિહાર કાલાવડીયા અમારા સરઘસમાં સાથે જ હતા. ત્યારબાદ તેઓ અમને પોલીસ સ્ટેશન પાછા લઇ ગયા હતા.

Advertisement
Tags :
Advertisement
Advertisement