રિવોલ્વર સાથે ઝડપાયેલા આરોપીનો 16 વર્ષ બાદ નિર્દોષ છુટકારો
રાજકોટમાં રહેતા પોરબંદરના શખ્સ વિરુદ્ધ આર્મ્સ એકટનો ગુનો નોંધી ધરપકડ કરી’તી
શહેર ક્રાઈમ બ્રાન્ચના હાથે 16 વર્ષ પહેલા રિવોલ્વર સાથે ઝડપાયેલા રાજશી મેર સામેનો કેસ ચાલી જતા અદાલતે રાજશી મેરને નિર્દોષ છોડી મુકવાનો હુકમ કર્યો છે.આ કેસની હકીકત મુજબ શહેરના સોમનાથ સોસાયટીમાં રહેતો રાજશી રામ મેર નામના શખ્સ પાસે રિવોલ્વર હોવાની મળેલી બાતમીના આધારે પીઆઇ ડી.એમ. વાઘેલા, પીએસઆઇ એમ.એચ. વાઘેલા સહિતના સ્ટાફે દરોડો પાડી મકાનના બાથરૂૂમના માળિયામાંથી રિવોલ્વર સાથે રાજશી મેરની ધરપકડ કરી હતી. બાદ તપાસ પૂર્ણ થતા અદાલતમાં ચાર્જશીટ રજૂ કરવામાં આવી હતી બાદ કેસ ચાલવા પર આવતા જેમાં બંને પક્ષોની રજૂઆત બાદ આરોપી ના એડવોકેટ કલ્પેશ નસીત દ્વારા કરવામાં આવેલી લેખિત મૌખિક દલીલ તેમજ ફરિયાદ પક્ષ ગુનો સાબિત કરવામાં નિષ્ફળ નીવડેલ હોય અને હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટના ટાંકેલા ચુકાદાઓને ધ્યાને લઇ ન્યાયાધીશ એ જે સંઘવીએ આરોપી રાજસિંહ મેરને નિર્દોષ કરાવી છોડી મૂકવાનો હુકમ કર્યો છે.આ કેસમાં આરોપી રાજસી મેર વતી જાણીતા ધારાસભ્ય દિલીપભાઈ પટેલ કલ્પેશ નસીબ નેમીષ જોષી અનિતા રાજવંશી અને આસિસ્ટન્ટ તરીકે હિસાબ કણજારીયા રોકાયા હતા.