જામકંડોરણાના સોડવદરમાં ચકચારી ગેંગ રેપ- મર્ડર કેસમાં આરોપીઓ નિર્દોષ
જામકંડોરણા પોલીસ સ્ટેશનમાં સને-2022 માં સુનિલભાઈ કિશનભાઈ બાંમનીણાએ સોડવદરનાં રહીશ સંજય મનસુખભાઈ દેત્રોજા સાથે પોલીસ સ્ટેશને જઈ ફરીયાદ આપેલ કે, ફરીયાદીનાં પિતા કિશનભાઈ નારસીંગ બામનીયા તથા તેનાં મોટા બાપુ રામસીંગ નારસીંગ બામનીયા તથા તેની માતા મરણ જનાર મધ્ય પ્રદેશથી આવી સોડવદર ગામનાં સંજય મનસુખભાઈ દેત્રોજાની વાડીએ ભાગીયા તરીકે જમીન વાવવા રાખેલી.
આ સમય દરમ્યાન ફરીયાદીનાં પિતા કિશનભાઈ અને મોટા બાપુ રામસીંગ તથા સોડવદર ગામનાં રમેશ ઉફે ભોલો માવજીભાઈ સારીખડા એમ ત્રણેય સાથે મળી રાત્રીનાં સમય દરમ્યાન દારૂૂ અને મુર્ગીની પાર્ટી કરી બીડી પીને બેઠા હતા અને બાદ ફરીયાદીની માતા સાથે ત્રણેય આરોપીઓએ દુષ્કર્મ કરી લોખંડની રાપ વડે ચાલીશ જેટલી ગંભીર ઈજાઓ કરીને ભોગબનનારને મોતન ઘાટ ઉતારી દીધેલ તેવી ફરીયાદ જામકંડોરણા પોલીસ સ્ટેશનમાં આપતા, જામકંડોરણા પોલીસે ત્રણેય આરોપીઓને અટકાયતમાં લીધેલ અને મેડીકલ તપાસણી કરાવેલ તેમજ સ્થાનિક જગ્યાએથી ભોગ બનનારનાં કપડા હથીયાર કબ્જે કરેલ અને તેનું પણ વૈજ્ઞાનિક પરિક્ષણ કરાવેલ અને જામકંડોરણા પોલીસને પ્રાથમિક પુરાવો મળતા ત્રણેય આરોપીઓ વિરૂૂધ્ધ ચાર્જશીટ કરેલ. જે કેસ ન્યાય નિર્ણય માટે ધોરાજી સેશન્સમાં કમીટ થયેલ અને કેસ ચાલી જતાં ફરીયાદ પક્ષ દ્વારા આ કેસમાં 18 મૌખિક સાહેદો તથા 50 દસ્તાવેજી પુરાવોઓ રજુ કરવામાં આવેલ.
આ તમામ પુરાવાઓ વંચાણે લીધા બાદ એવી હકીકત રેકર્ડ ઉપર આવેલ કે મરણ જનાર સાથે જે દુષ્કર્મ થયેલ તેમાં મરણ જનારનાં કપડામાંથી કોઈ પણ આરોપીનું ડી.એન.એ. મળેલ નહી અને અજાણ્યા પુરૂૂષનું ડી.એન.એ. મળેલ તેમજ બળજબરીથી દુષ્કર્મ કર્યાનાં કોઈ લક્ષણો ત્રણેય આરોપીઓની શારીરિક તપાસણી દરમ્યાન મળી આવેલ નહી અને પોલીસે અજાણ્યા પુરૂૂષનાં ડી.એન.એ.બાબતે કોઈ તપાસ કરેલ નહી.
આ તમામ હકીકત રેકર્ડ પર આવતાં અને ફરીયાદપક્ષ તથા આરોપીપક્ષ દ્વારા વિસ્તૃત દલીલો કરવામાં આવેલ અને આરોપી પક્ષ દ્વારા સુપ્રિમ કોર્ટ તથા ઉચ્ચ અદાલતોનાં અભિપ્રાયો રજુ કરાયેલ. જે તમામ હકીકત ધ્યાને લઈ તથા આરોપીઓનાં એડવોકેટ સંજયકુમાર પી. વાઢેરની વિસ્તૃત દલીલો ધ્યાને લઈ ધોરાજીનાં એડીશ્નલ ડિસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજ એ. એમ. શેખે આરોપીઓને નિર્દોષ ઠરાવી છોડી મુકતો હુકમ તા: 19/11/2024 નાં રોજ ફરમાવેલ છે. આ કામમાં આરોપી વતી ધોરાજીનાં એડવોકેટ સંજયકુમાર પી. વાઢેર રોકાયેલ હતા.