For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

અમદાવાદની ત્રણ ખાનગી શાળાઓની માન્યતા રદ

04:53 PM Dec 12, 2023 IST | Bhumika
અમદાવાદની ત્રણ ખાનગી શાળાઓની માન્યતા રદ

એક જ બિલ્ડિંગમાં એકથી વધુ શાળા અને ખોટી એફિડેવિટ કરાણભૂત

Advertisement

ગેરતપુરમાં એક જ બિલ્ડિંગમાં એક કરતા વધુ સ્કૂલ ચાલતી હોવાના મુદ્દે તેમજ ખોટી એફ્ડિેવિટ કરી મંજુરી મેળવવાના કિસ્સામાં બે શાળાઓની માન્યતા રદ્દ કરવાનો પ્રાથમિક શિક્ષણ નિયામકે આદેશ કર્યો છે.જેમાં નૂતન એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રાદ્ધા ઈન્ટરનેશનલ ઇંગ્લિશ સ્કૂલ અને ભગવતી બાલમંદિર અને પ્રાથમિક શાળાની માન્યતા જૂન-2024ની અસરથી રદ્દ કરવા પ્રાથમિક શિક્ષણ નિયામક દ્વારા આદેશ કરાયો છે.

ગેરતપુરમાં આવેલ નુતન એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત નૂતન હિન્દી વિદ્યાલય, શ્રાધ્ધા ઈન્ટરનેશનલ ધોરણ-1થી 5 અંગ્રેજી પ્રાથમિક શાળા, ધોરણ-1થી 8ની ભગવતી ગુજરાતી બાલમંદિર અને પ્રાથમિક શાળા ગેરતપુર રેલવે ક્રોસિંગ પાસે એક જ બિલ્ડીંગમાં ચાલે છે તેવી ફરિયાદ શિક્ષણ વિભાગને મળી હતી. આ જગ્યાએ અન્ય સ્કૂલ ચાલતી હોવા છતાં શ્રાદ્ધા ઈન્ટરનેશનલ અંગ્રેજી પ્રાથમિક શાળાની ખોટી એફ્ડિેવિટ કરી મંજુરી મેળવવામાં આવી છે. બિલ્ડિંગના નકશા મુજબ માત્ર 6જ રૂૂમ હોવા છતાં તમામ સ્કૂલો એક જ બિલ્ડિંગમાં ચાલતી હોવાથી કાર્યવાહી કરવા માટે રજૂઆત કરાઇ હતી. તેના આધારે શિક્ષણ વિભાગે તપાસના આદેશ આપ્યા હતા. જે બાદ જિલ્લા શિક્ષણાધિકારીની ટીમે તપાસ કરીને અહેવાલ સુપરત કર્યો હતો. જેમાં જણાવાયું હતું કે, શાળાએ મંજુર થયેલા વર્ગખંડોની સામે વધુ માન્યતા મેળવેલી હોય તેમજ નવી શાળા મંજુરી સમયે ખોટુ સોગંદનામુ રજૂ કરી માન્યતા મેળવેલી હોવાથી તમામ સ્કૂલોની માન્યતા રદ્દ કરવા માટે ભલામણ કરવામાં આવી હતી. મહત્વનું છે કે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને નજીકની અન્ય શાળામાં વાલીઓની સંમતિ મેળવીને પ્રવેશ આપવાની કાર્યવાહી તેમજ શાળાનો જરૂૂરી તમામ અસલ રેકર્ડ- દસ્તાવેજો નજીકની શાળઆને સોંપવાની તમામ કામગીરી અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારી કચેરીએ કરવાની રહેશે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement