હિસાબ-કિતાબ શરૂ, બન્ની ગજેરા સામે ત્રણ ગુના દાખલ
ગોંડલ તાલુકા ભાજપ પ્રમુખ અને ઉપપ્રમુખના ચારિત્ર્ય હનન અંગે વીડિયો વાયરલ કર્યા
જેતપુરના અગ્રણી પાસે વીડિયો વાયરલ નહીં કરવાના 11 લાખ માંગ્યાની ફરિયાદ
ગોંડલ તાલુકામાં બે બળીયા જુથ્થો વચ્ચે ચાલી રહેલા રાજકીય ગજગ્રાહમાં હવે એક પછી એક પ્યાદાઓને કાયદાકીય સાણસામાં લઈ બન્ને જૂથોએ હિસાબ કિતાબ શરૂ કર્યા હોય તેમ થોડા દિવસ પહેલા રીબડાના અમિત ખુંટ નામના ગોંડલ જુથના યુવાનને હનીટ્રેપમાં ફસાવતાં આ યુવાને આપઘાત કરી લીધાની ઘટનામાં રીબડા જુથ સામે ખુલ્લા આક્ષેપો થયા બાદ હવે ગોંડલ જુથ સામે સોશ્યલ મીડિયામાં બેફામ વિડયો વાયરલ કરનાર બન્ની ગજેરા સામે એક સાથે ત્રણ પોલીસ સ્ટેશનમાં ગુના નોંધાયા જેતપુરના મોટા ગુંદાળાના બની ગજેરા સામે ગોંડલ તાલુકા, જેપતુર અને સુલતાનપુર પોલીસ મથકમાં એક જ દિવસમાં ત્રણ ગુનો નોંધાયા છે. ગોંડલનું વાતાવરણ બગાળવાનો પ્રયાસ કરનાર બન્ની ગજેરા સામે હિસાબ કિતાબ પુરો કરવા અંતે તેના સામે ગોંડલ તાલુકા ભાજપના પુત્રનું અને પ્રમુખના ચારિત્ર્ય ઉપર ટીપ્પણી કરતો વિડિયો વાયરલ કરવો ભારે પડયો છે. એક જ દિવસમાં બન્ની વિરૂધ્ધ ત્રણ ગુનો નોંધાયા છે.ગોંડલના ધોળીયા ગામે રહેતા અશ્ર્વિનભાઈ છગનભાઈ ઠુંમ્મરે સુલતાનપુર પોલીસ મથકમાં ભાવેશ ઉર્ફે બન્ની ગોરધન ગજેરા સામે ફરિયાદ નોંધાવી છે.
જ્યારે બીજી તરફ ગોંડલ તાલુકા પોલીસ મથકમાં દેવચડી ગામના વિશાલભાઈ ભીખાભાઈ ખુંટે અને ગોંડલના ચરખડી ગામે રહેતા અતુલભાઈ વિનોદભાઈ માવાણીએ જેતપુર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. ફેસબુકમાં અવારનવાર વિડિયો અપલોડ કરીને વાતાવરણ બગાડવાનો પ્રયાસ કરનાર મોટા ગુંદાળાનો ભાવેશ ઉર્ફે બન્ની ગજેરાએ ગોંડલ તાલુકા ભાજપના પ્રમુખ અશ્ર્વિનભાઈ ઠુંમર અને ઉપપ્રમુખ વિશાલભાઈ ખુંટના ચારિત્ર્યની ટીપ્પણી કરતો વિડિયો અપલોડ કર્યો હતો. જેમાં અલ્પેશ ઢોલરીયાના બન્ને મિત્રો અને કામના બહાને મહિલાઓને ફસાવી ઉપયોગ કરે છે તેવી ટીપ્પણી કરી હતી. તેમાં બન્નીએ જણાવ્યું કે વિશાલ ખુંટનો એક મિત્ર અમેરિકા છે તેના લગ્ન બાદ તે અમેરિકા રહે છે અને તેની પત્ની અહિંયા રહે છે. જેથી અમેરિકા વાળા મિત્રની પત્નીને કંઈ કામ પડે કે વિઝા પાસપોર્ટ બુકીંગ કરાવવું હોય તો વિશાલ ખુંટને કહે છે. વિશાલ ખુંટે ત્રણેક કાર્યક્રમો કરી તેના મિત્રની ઘરવાળીને પરસ્ત્રી નિગમ થઈ ગયું ત્યારબાદ વિશાલ ખુંટનું મન ઉતરી ગયું એક શાક ન ભાવે ચાર પાંચ શાક ભાવતાં હોય એટલે વિશાલ તેના મિત્રની ઘરવાળીને પાસઆઉટની વાત કરી હતી અને ફરિયાદીએ તેનો ઉપયોગ કર્યો તેવું વિડિયોમાં બન્ની બોલ્યો હતો.
ઉપરાંત બન્નીએ વિડિયોમાં ગામની બાયુને આ લોકો મુકતા નથી તેવી ટીપ્પણી પણ કરી હતી તેમજ બીજી ફરિયાદમાં વિશાલભાઈ ખુંટે બન્ની ગજેરાએ ફેસબુક ઉપર અપલોડ કરેલા વિડિયોમાં અલ્પેશ ઢોલરીયા તથા અશ્ર્વિન ઠુંમર બાબતે ટીપ્પણી કરી હોવાનું જણાવ્યું હતું. આ બનાવ અંગે ચરખડી ગામના અતુલભાઈ માવાણીએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું કે, ગોંડલમાં પાટીદાર અને ક્ષત્રિય સમાજ વચ્ચે થયેલ માથાકુટ બાદ ખોટી અફવાઓ ફેલાવી છે જેથી ગેરસમજ ન થાય તે માટે પ્રેસ કોન્ફરન્સ કરી હતી.
જે બાદ બન્ની ગજેરાએ ફેસબુકમાં સમાજના આગેવાનો વિરૂધ્ધ અભદ્ર ટીપ્પણી કરી વિડિયો વાયરલ કર્યો હતો. જેતપુરના ગુંદાળા ગામે કાર લઈને ગયેલા રાકેશભાઈ કટારીયા, વિવિકભાઈ ચનીયારાએ જ્યારે ભાવીન ઉર્ફે બન્નીને આવા વિડિયો બાબતે ટપારતા બન્નીએ જો આવું બધુ બંધ કરવું હોય તો 11 લાખ આપો તો હું સોશ્યલ મીડિયામાં વિડિયો વાયરલ નહીં કરું નહીં તો આવા વિડિયો ચાલુ રાખીશ. મારે સમાજ સાથે કંઈ લેવા દેવા નથી મારે રૂપિયા જોઈએ છે જો હોય તો બોલો નહીં તો મારે વાત કરવી નથી તેવું જણાવ્યું હતું. તેમજ બન્નીએ મારે તો આજ ધંધો છે અને હવે આનાથી ખરાબ ભાષામાં વિડિયો વાયરલ કરીશ તેવી ધમકી પણ આપી હતી.
સોશ્યલ મીડિયા થકી રાજકીય વાતાવરણ બગાડવાનો પ્રયાસ કરનાર મોટા ગુંદાળાના ભાવેશ ઉર્ફે બન્ની ગોરધન ગજેરા સામે ત્રણ પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે આ મામલે ગુનો નોંધી બન્ની ગજેરાની ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે.
અમિત ખુંટના પરિવારને પોલીસ રક્ષણ આપવા મુખ્યમંત્રીને રજૂઆત
અનિરૂધ્ધસિંહના પુત્ર શક્તિસિંહ અને રાજદીપસિંહના હથિયાર પરવાના રદ કરવા માંગ
અમીત ખુંટ આપઘાત કેસમાં રીબડાના અનિરૂધ્ધસિંહ જાડેજા અને તેના પુત્ર રાજદીપસિંહ જાડેજા હજુ સુધી પોલીસ પકડથી દૂર હોય અને મીડિયામાં આવી અનિરૂધ્ધસિંહ ખોટા નિવેદનો કરતાં હોય ત્યારે રિબડાના અમિત ખુટના પરિવારને જીવનું જોખમ હોવાથી પોલીસ રક્ષણ આપવા મુખ્યમંત્રીને રજૂઆત કરી છે. જેમાં અનિરૂધ્ધસિંહના પુત્ર શક્તિસિંહ અને તેના મળતીયોઓ દ્વારા રીબડામાં ભયનું વાતાવરણ ઉભુ કરતાં હોય જેથી અમીત ખુંટનો પરિવાર ભારે ભયમાં મુકાયો છે. આ મામલે રાજદીપસિંહ અને શક્તિસિંહના હથિયાર પરવાના રદ કરવા તેમજ પરિવારને તાત્કાલીક પોલીસ રક્ષણ આપવા મુખ્યમંત્રીને અમીત ખુંટના પત્ની બિનાબેન અમિતભાઈ ખુંટે પત્ર લખી રજૂઆત કરી છે. જેમાં રીબડાના અમીત ખુંટના પરિવાર અને તેના મિત્રોને સતત ટોચર અને પરેશાન કરવામાં આવે છે. અનિરૂધ્ધસિંહ અને તેના પુત્ર શક્તિસિંહના મળતીયાઓ અમીત ખુંટના પરિવાર પર હુમલો કરે તેવી દહેશત પણ વ્યકત કરી તાત્કાલીક અનિરૂધ્ધસિંહ અને રાજદીપસિંહને પકડી લેવા માંગ કરવામાં આવી છે.