For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

જિલ્લામાં અકસ્માતની હારમાળા: જુદા જુદા ચાર અકસ્માતમાં બે વ્યક્તિના મૃત્યુ

12:00 PM Aug 12, 2024 IST | admin
જિલ્લામાં અકસ્માતની હારમાળા  જુદા જુદા ચાર અકસ્માતમાં બે વ્યક્તિના મૃત્યુ

જોડિયા નજીક ખીરી પાસે મહિલા કારચાલકે રાહદારી પરપ્રાંતીય યુવકને કચડી નાખ્યો ; મોટી ખાવડી નજીક ટ્રક-ટેન્કર અને બાઇક વચ્ચે અકસ્માતમાં બાઈકચાલક યુવાનનું મૃત્યુ\

Advertisement

જામનગર જિલ્લાના લાલપુર- જોડિયા અને હાપા સહિત જુદા જુદા ચાર વિસ્તારોમાં અકસ્માતો ની હારમાળા સર્જાઈ છે. ખીરી ગામ પાસે કાર ચાલક મહિલાએ રાહદારી પર પ્રાંતિય યુવાનને કચડી નાખતાં મૃત્યુ નિપજ્યું છે, જ્યારે મોટી ખાવડી નજીક ટ્રક-ટેન્કર અને બાઇક વચ્ચેના અકસ્માતમાં બાઈક ચાલક યુવાનનો ભોગ લેવાયો છે. આ ઉપરાંત અન્ય બે વાહન અકસ્માતમાં ત્રણ વ્યક્તિ ઘાયલ થઈ છે.

અકસ્માતનો પ્રથમ બનાવ જોડિયા નજીક ખીરી ગામ પાસે બન્યો હતો ત્યાંથી પગપાળા ચાલીને જઈ રહેલા મદનભાઈ મહંતો નામના 46 વર્ષના પરપ્રાંતીય યુવાનને કચડી નાખતાં ગંભીર ઇજા થવાથી તેનું કરુણ મૃત્યુ નીપજયું છે.

Advertisement

આ બનાવ મામલે નિર્મલભાઇ મોન્ટુભાઈ માંઝીએ જોડીયા પોલીસ મથકમાં જી.જે.-10 ડી.એ. 8035 નંબરની કારની મહિલા ચાલક જયશ્રીબેન પટેલ સામે ફરિયાદ નોંધાવતાં જોડિયા પોલીસે અકસ્માત મૃત્યુ અંગે ગુનો નોંધ્યો છે, અને વધુ તપાસ હાથ ધરી છે.

ગોજારા અકસ્માત નો બીજો બનાવ જામનગર-ખંભાળિયા ધોરી માર્ગ પર બન્યો હતો. જ્યાં મોટી ખાવડી નજીક પુરપાટ ઝડપે આવી રહેલા જીજે-11 વી.વી. 7337 નંબરના ટ્રક-ટેન્કર ચાલકે એક અજ્ઞાત યુવાનને હડફેટમાં લઈ કચડી નાખતાં તેનું ઘટના સ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું. ત્યારબાદ તે ભાગી છૂટ્યો હતો.

આ અકસ્માતના બનાવ અંગે જોગીદાસ હાજાણી નામના હોટલ સંચાલકે ટ્રક ટેન્કર ચાલક સામે ફરિયાદ નોંધાવતાં મેઘપર પોલીસે ઘટના સ્થળે દોડી આવી, આશરે 40 વર્ષની વયના અજાણ્યા યૂવકના મૃતદેહ નો કબજો સંભાળ્યો હતો, અને ફરાર થઈ ગયેલા ટ્રક-ટેન્કર ચાલકની શોધખોળ હાથ ધરી છે.

અકસ્માત નો ત્રીજો બનાવ લાલપુર નજીક ઝાખર ગામના પાટીયા પાસે બન્યો હતો. જ્યાં જી.જે. 37 -બી 7306 નંબરની ઇકો કારના ચાલકે જીજે -10 સી.આર. 3588 નંબરના મોટરસાયકલને હડફેટમાં લઈ લેતાં બાઈક ચાલક છત્રપાલસિંહ પ્રભાતસિંહ રાણા તેમજ પાછળ બેઠેલા દેવાંગ નામના યુવાનને નાની મોટી ઈજા થવાથી બંનેને સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડાયા છે. પોલીસે ઇકો કારના ચાલક સામે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અકસ્માતનો ચોથો બનાવ હાપા નજીક સાંઢિયા પૂલ પાસે બન્યો હતો. ત્યાંથી પસાર થઈ રહેલા ડી.ડી.-3 કે 0669 નંબરના ફોરવીલ ના ચાલકે જી.જે.-10 સી.બી. 3342 નંબરના બાઈકની ઠોકરે ચડાવતાં તેના ચાલક કેવલભાઈ રમણીકભાઈ મહેતા (ઉંમર વર્ષ 34) ને ફ્રેક્ચર સહિતની ગંભીર ઇજા થઈ હતી, જે મામલે પોલીસે ફોરવીલ ચાલક સામે ગુનો નોંધ્યો છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement