સાળંગપુર દર્શને જતાં દર્શનાર્થીની કારને નડ્યો અકસ્માત : પાંચ ઘવાયા, 1 ગંભીર
રાજકોટમાં મોરબી રોડ પર રહેતા લોકો સાળંગપુર દર્શને જતો હતો ત્યારે કુવાડવા હાઈ-વે પર કુચિયાદડ નજીક કાર પલ્ટી જતાં અકસ્માત સર્જાયો હતો જેમાં પાંચ લોકોને ઈજા થઈ હતી. જેમાં એક પ્રૌઢની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. ઈજાગ્રસ્તોને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડી પોલીસે તપાસ હાથ ધરી છે.
જાણવા મળતી વિગત મુજબ રાજકોટમાં મોરબી રોડ પર સેટેલાઈટ ચોક પાસે રહેતા રાધા મીરા સોસાયટીમાં રહેતા મિત્રો આજે શનિવાર હોવાથી કાર લઈ સાળંગપુર દર્શનાર્થે જતાં હતા ત્યારે રાજકોટ-અમદાવાદ હાઈ-વે પર કુવાડવા નજીક કુચિયાદડ પાસે પહોંચ્યા ત્યારેચાલકે સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવતા કાર પલટી ખાઈ પુલ નીચે ઉતરી જતાં અકસ્માત સર્જાયો હતો.
આ અકસ્માતમાં કારમાં સવાર ભુપતભાઈ મોહનભાઈ ચોવટિયા (ઉ.વ.58), પિન્ટુ ભુપતભાઈ ચોવટિયા (ઉ.વ.35), અમૃતભાઈ બચુભાઈ અઘેરા (ઉ.વ.44), હિતેશ જમનભાઈ સુરાણી (ઉ.વ.49) અને પૂર્વેશ નટવરલાલ ભટ્ટી (ઉ.વ.42)ને ઈજા થતાં તમામ ઈજાગ્રસ્તોને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. જેમાંથી ભૂપતભાઈ ચોવટિયાની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. આ ંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી એરપોર્ટ પોલીસને જાણ કરતા પોલીસે હોસ્પિટલે દોડી જઈ વધુ તપાસ હાથ ધરી છે.