સુરેન્દ્રનગર-ચોટીલા હાઇવે પર અકસ્માત, 30 મુસાફરો ભરેલી બસ ખાડામાં ખાબકી, 20થી વધુ મુસાફરો ઈજાગ્રસ્ત
રાજ્યમાં દિવસે ને દિવસે અકસ્માતોની સ્નાખ્યમ વધારો થઇ રહ્યો છે . ત્યારે વધુ એક અકસ્માત સુરેન્દ્રનગરમાંથી સામે આવ્યો છે. સુરેન્દ્રનગર-ચોટીલા હાઇવે 30 મુસાફરો ભરેલી એસ.ટી બસ ખાડામાં ખાબકી હતી. આ અકસ્માતમાં 20થી વધુ મુસાફરો ઈજાગ્રસ્ત થયા છે. જોકે, સદનસીબે આ ઘટનામાં કોઇનું મોત થયું નથી. હાલ તમામ ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. આ સમગ્ર મામલે પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.
આ ઘટના અંગેની મળતી માહિતી અનુસાર સુરેન્દ્રનગર-ચોટીલા હાઇવે પર સોમાસર ગામના પાટિયા પાસે રાજકોટ-સુરેન્દ્રનગર રૂટની એસટી બસ ખાડામાં ખાબકી હતી. બસ ચાલકે સ્ટેરીંગ પરનો કાબૂ ગુમાવતા બસ રોડથી નીચે ખાડામાં ખાબકીને ઊંધી વળી ગઇ હતી. આ બસમાં 30 જેટલા મુસાફરો સવાર હતા જેમાંથી અંદાજે 20થી વધુ મુસાફરો ઈજાગ્રસ્ત થયા હતા.
બસ પલટી જતાં બસમાં સવાર મુસાફરોના જીવ તાળવે ચોટયા હતાં. અને મુસાફરોની બૂમો સાંભળી આજુબાજુમાંથી લોકો દોડીને ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને આ ઘટનાની જન 108 અને પોલીસને જાણકરવામાં આવી હતી. ત્યારબાદ તાત્કાલિક 108 અને પોલીસની ટીમ તુરંત ઘટનાસ્થળે પહોંચી હતી. આ ઘટનાને લઈને ટોળેટોળા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. પોલીસે બે કલાકની ભારે જહેમત બાદ હાઈવે પર ટ્રાફિક પુન: કાર્યરત કરવામાં આવ્યો હતો.